શોધખોળ કરો
નીતા અંબાણીએ લીધા બાબા કાશી વિશ્વનાથ અને મા ગંગાના આશીર્વાદ, બનારસની જાણીતી ચાટનો સ્વાદ ચાખ્યો, વહુ માટે પસંદ કરી સાડી – જુઓ તસવીરો
સોમવારે રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી વારાણસી પહોંચ્યા અને બાબા વિશ્વનાથના દર્શન કર્યા.
સોમવારે મોડી સાંજે રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી વારાણસી પહોંચ્યા હતા. નીતા અંબાણી તેમના પુત્ર અનત અંબાણીના જુલાઈમાં યોજાનાર લગ્ન માટે બાબા વિશ્વનાથને આમંત્રણ પત્ર આપવા આવ્યા હતા. બનારસમાં તેમણે મંદિરની મુલાકાત લીધી અને મા ગંગાની આરતીમાં ભાગ લીધો. આ સિવાય બનારસની પ્રસિદ્ધ ચાટનો સ્વાદ ચાખ્યો અને વિશ્વ પ્રસિદ્ધ બનારસી સાડીઓ પણ પસંદ કરી.
1/11

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી 10 વર્ષ બાદ વારાણસી આવ્યા હતા.. આ દરમિયાન તેમની સાથે ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ હાજર હતા. મંદિરની બહાર નીતા અંબાણીએ લોકોનું અભિવાદન સ્વીકાર્યું અને હાથ જોડીને અભિવાદન કર્યું.
2/11

સૌ પ્રથમ તેઓ ભગવાન કાશી વિશ્વનાથના દરબારમાં પહોંચ્યા, જ્યાં તેમણે બાબા કાશી વિશ્વનાથની ધાર્મિક વિધિ મુજબ પૂજા કરી.
Published at : 25 Jun 2024 07:23 PM (IST)
આગળ જુઓ





















