શોધખોળ કરો
TCS Q3 Results: ત્રીજા ક્વાર્ટરમાં TCS ₹11,058 કરોડનો નફો કર્યો, સ્પેશિયલ ડિવિડન્ડની કરી જાહેરાત
TCS Q3 Results: બીજા ક્વાર્ટરની સરખામણીમાં ત્રીજા ક્વાર્ટરમાં TCS ના નફામાં 2.5 ટકાનો ઘટાડો થયો છે. કંપનીએ બીજા ક્વાર્ટરમાં રૂ. 11,342 કરોડનો નફો કર્યો હતો.
પ્રતિકાત્મક તસવીર
1/6

TCS Q3 Results Update: IT ક્ષેત્રની દેશની સૌથી મોટી કંપની TCS (Tata Consultancy Services) એ નાણાકીય વર્ષ 2023-24 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. ત્રીજા ક્વાર્ટરમાં TCSનો ચોખ્ખો નફો 2 ટકાના ઉછાળા સાથે રૂ. 11,058 કરોડ હતો, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 10,846 કરોડ હતો. જોકે, અગાઉના એટલે કે બીજા ક્વાર્ટરની સરખામણીએ, ત્રીજા ક્વાર્ટરમાં TCSના નફામાં 2.5 ટકાનો ઘટાડો થયો છે. કંપનીએ બીજા ક્વાર્ટરમાં રૂ. 11,342 કરોડનો નફો કર્યો હતો.
2/6

TCS એ સ્ટોક એક્સચેન્જ સાથેની તેની રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે ત્રીજા ક્વાર્ટરમાં TCSની આવક ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં 4 ટકા વધીને રૂ. 60,583 કરોડ થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 58,220 કરોડ હતી. TCS બોર્ડે નાણાકીય વર્ષ 2023-24માં શેર દીઠ રૂ. 27નું ડિવિડન્ડ આપવા માટે મંજૂરી આપી છે, જેમાં શેર દીઠ રૂ. 18ના વિશેષ ડિવિડન્ડનો સમાવેશ થાય છે.
Published at : 12 Jan 2024 06:46 AM (IST)
આગળ જુઓ



















