શોધખોળ કરો
IPO Next Week: પૈસા રાખો તૈયાર, આગામી સપ્તાહે 4 નવા આઈપીઓ આવી રહ્યા છે, રૂપિયા ડબલ થવાની શક્યતા!
IPO Next Week: સ્ટીલ મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સ આપતી કંપની ઇન્ટરઆર્ચ બિલ્ડિંગ પ્રોડક્ટ્સે તેના આગામી ₹1,186 કરોડના આઈપીઓનું પ્રાઇસ બેન્ડ ₹850થી ₹900 પ્રતિ શેર રાખ્યું છે.
Upcoming IPO: ભારતીય શેર બજારમાં ઉતાર ચઢાવ ચાલુ છે, પરંતુ આઈપીઓ બજાર ખૂબ મજબૂત છે. આવતા સપ્તાહે ચાર કંપનીઓ તેમના આઈપીઓ લાવવાની છે, જેમાંથી બે મેઈનબોર્ડ અને બે એસએમઈ આઈપીઓ છે.
1/5

ઓરિએન્ટ ટેકનોલોજીસ અને ઇન્ટરઆર્ચ બિલ્ડિંગના મેઈનબોર્ડ આઈપીઓ આવશે. જ્યારે બ્રેસ પોર્ટ લોજિસ્ટિક્સ અને ફોર્કાસ સ્ટુડિયો એસએમઈ સેગમેન્ટમાં આઈપીઓ લાવશે. નવા આઈપીઓ ઉપરાંત, આ સપ્તાહે સારો પ્રતિસાદ મેળવનાર સરસ્વતી સાડી ડેપો સહિત પાંચ કંપનીઓના શેર પણ બજારમાં લિસ્ટ થશે.
2/5

સેબીની મંજૂરી મેળવી ચૂકેલી 25 અન્ય કંપનીઓ આગામી કેટલાક સપ્તાહોમાં લગભગ 22,000 કરોડ રૂપિયા એકત્રિત કરવા માટે બજારમાં આવવાની યોજના બનાવી રહી છે, જેનાથી લાગે છે કે આઈપીઓનો સારો ટ્રેન્ડ ચાલુ રહેશે. પેન્ટોમેથ કેપિટલ એડવાઇઝર્સ અનુસાર, "વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને ભૂ રાજકીય તણાવ વચ્ચે ભારત આઈપીઓની સફળતા ગાથા બની રહ્યું છે. દેશ આ ગતિને જાળવી શકશે કે નહીં, તે ઘણા પરિબળો પર આધાર રાખશે, જેમાં આર્થિક વૃદ્ધિ, નિયમનકારી પરિદૃશ્ય અને વૈશ્વિક બજારના વલણો સામેલ છે." ચાલો જોઈએ કે આગામી સપ્તાહે આઈપીઓના મોરચે શું થવાનું છે.
Published at : 17 Aug 2024 06:25 PM (IST)
આગળ જુઓ




















