શોધખોળ કરો
ફરી કોમન મેનની ભૂમિકામાં જોવા મળ્યા મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ, ચાની કીટલીએ નાસ્તો કર્યો, જુઓ તસવીરો

મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ
1/5

કોમન મેનની ભૂમિકામાં જોવા મળ્યા મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ. અંબાજીના કોટેશ્વરમાં આવેલી ચાની કીટલીએ ચા-નાસ્તો કર્યો હતો. કોટેશ્વરના લોકો સાથે વાત કરી ગામની સમસ્યાનો ચિતાર મેળવ્યો હતો.
2/5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના સહજ સરળ અને નિખાલસ વ્યક્તિત્વનો અંબાજી ધામ નજીકના કોટેશ્વરના ગ્રામજનો અને બાળકોને આજે અદકેરો અનુભવ થયો. મુખ્યમંત્રીએ કોટેશ્વર મહાદેવ માં પૂજન અર્ચન કરી ગબ્બર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિતના વિકાસ કામોના લોકાર્પણ માટે જઈ રહ્યા હતા.
3/5

રસ્તામાં આવતી એક દુકાને તેઓ સામાન્ય નાગરિ ની જેમ જ અચાનક ઊભા રહી ગયા અને એક વડીલ સાથે પોતીકા ભાવથી વાતચીત કરી તેમના ખબર અંતર પૂછ્યા અને અહીં જે બાળકો હતા તેમની સાથે પણ વડીલ ભાવે સંવાદ કરી તેમના શિક્ષણ, શાળાની સુવિધા જેવી બાબતે પ્રાથમિક માહિતી મેળવી હતી.
4/5

ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનો સાથે ગ્રામ જન બની ચાની ચૂસકી લીધી અને નાસ્તો પણ કર્યો હતો.
5/5

આ પહેલા પણ ઘણી વખત મુખ્યમંત્રી કોમન મેનની ભૂમિકામાં જોવા મળ્યા છે. રાજકોટ-અમદાવાદ હાઈવેની કામગીરીના નિરિક્ષણ દરમિયાન હાઈવે પર હોટલમાં મુખ્યમંત્રીએ ચાની ચૂસકીનો સ્વાદ માણ્યો હતો.
Published at : 08 Apr 2022 08:07 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
