શોધખોળ કરો
તૌક્તેએ મચાવેલી તબાહીનો ચિતાર મેળવવા બુલેટ પાછળ બેસીને પહોંચ્યા વિપક્ષ નેતા પરેશ ધાનાણી, જુઓ તસવીરો
પરેશ ધાનાણીએ સતત બીજા દિવસે અસરગ્રસ્તોની મુલાકાત લીધી.
1/6

તૌક્તે વાવાઝોડાએ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વિનાશ વેર્યો છે. સૌથી વધુ અસર ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં થઇ છે.
2/6

આ દરમિયાન વિપક્ષના નેતા પરેશ ધાનાણી સતત બીજા દિવસે અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા. રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર સાથે રહી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
3/6

રાજુલા અને જાફરાબાદ સ્થાનિકો સાથે વિપક્ષના નેતાએ ચર્ચા કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જિલ્લામાં હજુ પણ અનેક ગામો સંપર્કવિહોણાં છે. મોટી સંખ્યામાં લોકો લાપતા છે.
4/6

વાવાઝોડાને કારણે અમરેલી જિલ્લામાં સૌથી વધુ લોકોના મોત થયાં છે અને આ મૃત્યુ આંક હજુ વધે એવી શક્યતા છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો લાપતા પણ થયા છે.
5/6

પરેશ ધાનાણી અને અંબરીશ ડેરે પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.
6/6

અમરેલીના 6 શહેરોમાં હજુ અંધારપટ છે.અમરેલી, જાફરાબાદ, રાજુલા પંથકના ગામોમાં હજુ પાવર સપ્લાયનો કોઈ અતો પતો નથી. હજુ આ વિસ્તારોમાં પાવર સપ્લાય માટે સર્વે ચાલી રહ્યો છે.
Published at : 20 May 2021 11:45 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
