શોધખોળ કરો
Junagadh: જૂનાગઢમાં બારે મેઘખાંગા, અનેક ગામ બેટમાં ફેરવાયા, ઘર, દુકાન, મંદિરો પાણીમાં ગરકાવ
Junagadh: જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે વંથલી, મેંદરડા, કેશોદ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. કેશોદના ઈટાળી ગામમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ફોટોઃ ABP asmita
1/8

જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને પગલે વંથલી, મેંદરડા, કેશોદ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. કેશોદના ઈટાળી ગામમાં મૂશળધાર વરસાદથી ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
2/8

કેશોદમાં આઠ ઈંચ વરસાદથી સોંદરડાનો ડેમ ઓવરફ્લો થયો હતો. સોંદરડા ગામમાંથી વહેતી નદીમાં પૂર આવ્યું હતું. ઈટાળી ગામમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતા. ઘેડ પંથકમાં આવેલા બાલગામ, ફુલરામા, મૂળિયાસા ગામ બેટમાં ફેરવાયા હતા.
Published at : 19 Jul 2024 11:06 AM (IST)
આગળ જુઓ





















