શોધખોળ કરો
(Source: Poll of Polls)
Gondal rain: રાજકોટના ગોંડલ વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદ તૂટી પડ્યો, ખેડૂતો ખુશખુશાલ!
Gujarat Weather: પાટીયાળી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, સારા ચોમાસાની આશા જીવંત બની.
Rain Alert: ગુજરાતમાં ચોમાસાના આગમનની અપેક્ષા વચ્ચે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. ગોંડલના પાટીયાળી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે (૮ જૂન, ૨૦૨૫) પણ મેઘરાજાની મહેર જોવા મળી છે.
1/5

Gujarat Rain Alert: ગઈકાલે (૭ જૂન, ૨૦૨૫) પણ ગોંડલ તાલુકાના કેટલાક ગામડાઓમાં વાવણીલાયક વરસાદ નોંધાયો હતો. સતત બે દિવસથી પડી રહેલા આ વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
2/5

લાંબા સમયથી ચાલી રહેલી ગરમી અને બફારા બાદ પડેલા આ વરસાદથી ખેતીકામ શરૂ કરવાની આશા જીવંત બની છે. ખેડૂતો હવે વાવણીની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી શકશે.
3/5

આ વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો એક ભાગ હોઈ શકે છે, જે સત્તાવાર ચોમાસાના આગમન પહેલા જ જમીનને ભેજવાળી બનાવશે અને ખેડૂતોને પાકની વાવણી માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડશે.
4/5

ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલા જ હવામાન વિભાગે રાજ્યના વિવિધ ભાગોમાં આગામી ૬ દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ પ્રી મોન્સૂન એક્ટિવિટી ખેડૂતો અને નાગરિકો માટે ગરમીથી રાહત લઈને આવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ૧૫ જૂન આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે.
5/5

આજે (૮ જૂન, ૨૦૨૫) વરસાદની આગાહી: સૌરાષ્ટ્ર: ૬ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ. મધ્ય ગુજરાત: ૫ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ. દક્ષિણ ગુજરાત: ૭ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ.
Published at : 08 Jun 2025 06:29 PM (IST)
આગળ જુઓ
Advertisement




















