શોધખોળ કરો
વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખાસ સમાચાર: 2025-26 માટે શાળાકીય કેલેન્ડર જાહેર, જાણો બોર્ડ પરીક્ષા અને વેકેશનની તારીખો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટેનું સંપૂર્ણ શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.
આ કેલેન્ડર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે આયોજનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે, કારણ કે તેમાં બોર્ડની પરીક્ષાઓ, આંતરિક પરીક્ષાઓ અને બંને સત્રના વેકેશન ની તમામ તારીખોનો સમાવેશ થાય છે. આ શૈક્ષણિક વર્ષમાં કુલ 249 કાર્ય દિવસો નક્કી કરવામાં આવ્યા છે, જેમાંથી પ્રથમ સત્રમાં 105 અને દ્વિતીય સત્રમાં 144 કાર્ય દિવસો રહેશે.
1/4

શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટેની મુખ્ય પરીક્ષાઓની તારીખો નક્કી કરી દેવામાં આવી છે. આયોજન મુજબ, બોર્ડની મુખ્ય સૈદ્ધાંતિક પરીક્ષાઓ 26 ફેબ્રુઆરી, 2026 થી 16 માર્ચ, 2026 દરમિયાન યોજાશે. આ પહેલાં, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા 5 થી 13 ફેબ્રુઆરી, 2026 દરમિયાન યોજવામાં આવશે, જ્યારે ધોરણ 10 અને 12 ની પ્રાયોગિક/સૈદ્ધાંતિક પરીક્ષાઓ 30 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી, 2026 વચ્ચે લેવાશે. આ ઉપરાંત, પ્રથમ પરીક્ષા (ધોરણ 9 થી 12) 11 થી 20 સપ્ટેમ્બર અને પ્રિલિમ/બીજી પરીક્ષા 16 થી 24 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાશે.
2/4

બોર્ડની મુખ્ય પરીક્ષાઓ ઉપરાંત, અન્ય ધોરણોની અને આંતરિક પરીક્ષાઓનું પણ સમયપત્રક જાહેર થયું છે. ધોરણ 9 અને 11 ની વાર્ષિક પરીક્ષા 9 થી 20 એપ્રિલ, 2026 વચ્ચે યોજાશે.
Published at : 07 Oct 2025 08:03 PM (IST)
આગળ જુઓ
Advertisement





















