શોધખોળ કરો
Gujarat Rain: રાજ્યના 7 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain Alert: ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન વ્યાપક વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
Gujarat Weather Alert: વિશેષ કરીને આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
1/6

Rain Forecast: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. આ પરિસ્થિતિ રાજસ્થાન તરફથી આવી રહેલી મોન્સુન ટ્રફને કારણે સર્જાઈ છે.
2/6

રાજ્યની રાજધાની ગાંધીનગર અને મુખ્ય શહેર અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં 11 ટકા વધુ વરસાદ નોંધાયો છે, જે રાજ્યમાં સારા ચોમાસાનો સંકેત આપે છે.
3/6

હવામાન વિભાગના અધિકારીઓએ નાગરિકોને સાવચેત રહેવાની અને જરૂરી સાવચેતીના પગલાં લેવાની સલાહ આપી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે.
4/6

નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધતાં વડોદરા જિલ્લા પ્રશાસને હાઈ અલર્ટ જાહેર કર્યું છે. જિલ્લા કલેકટરે ઢાઢર અને નર્મદા નદીના હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે.
5/6

પ્રશાસને ઢાઢર નદીના કિનારે આવેલા 36 અને નર્મદા નદીના કિનારે આવેલા 25 ગામોના લોકોને વિશેષ તાકીદ કરી છે.
6/6

આ ગામોમાં ડભોઇ તાલુકાના નવાપૂરા, રાજલી, અંગુઠણ, થુવાવી, ઢોલાર, કરાલીપૂરા, બહેરામપૂરા તેમજ કરજણ તાલુકાના ખેરડા, હરસુડા, પિંગલવાડા, માનપૂર, સુરવાડા, સંભોઇ અને વીરજઇનો સમાવેશ થાય છે.
Published at : 10 Aug 2024 04:01 PM (IST)
View More
Advertisement






















