શોધખોળ કરો
Gujarat Rain: આવતીકાલે અમરેલી, ભાવનગર સહિંત રાજ્યના 12 જિલ્લામાં અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો વરસાદ અપડેટ
Rain Alert: અમરેલી, ભાવનગર, નવસારી સહિતના વિસ્તારોમાં 'અતિ ભારે' વરસાદની શક્યતા; રાજકોટ, સુરત, ભરૂચમાં પણ ભારે વરસાદની સંભાવના, ગુજરાત હવામાન વિભાગે કરી આગાહી.
Rain Forecast: ગુજરાત માં ચોમાસું સક્રિય બન્યું છે અને હવામાન વિભાગ દ્વારા આવતીકાલે, જુલાઈ 6, 2025 માટે રાજ્યના 12 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
1/5

આ આવતીકાલનું હવામાન દર્શાવે છે કે કેટલાક વિસ્તારોમાં 'અતિ ભારે' વરસાદ વરસી શકે છે, જેના પગલે સ્થાનિક વહીવટી તંત્રને સાવચેત રહેવા જણાવાયું છે. આ હવામાન સમાચાર રાજ્યભરના લોકો માટે અગત્યના છે.
2/5

કયા જિલ્લાઓમાં કેવો વરસાદ? હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે વરસાદની આગાહી માં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોમાં વધુ વરસાદ ને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની કે સ્થાનિક નદી-નાળામાં પાણીની સપાટી વધવાની સંભાવના છે.
Published at : 05 Jul 2025 03:59 PM (IST)
આગળ જુઓ





















