શોધખોળ કરો
Rain Alert: આવતીકાલે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, ભારે પવન ફૂંકાવાની આગાહી
Gujarat Rain: છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હજુ આગામી 6 દિવસ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
Gujarat Rain Alert: ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું જોર યથાવત્ રહેવાની આગાહી છે. આ જ ક્રમમાં, આવતીકાલે, ગુરુવારે (2 ઓક્ટોબર) સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
1/5

હવામાન વિભાગના મતે, આ જિલ્લાઓમાં વરસાદની સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. આ વરસાદનો રાઉન્ડ ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહત અને કાળજી બંનેનો સંદેશ લઈને આવ્યો છે.
2/5

હવામાન વિભાગની વિગતવાર આગાહી મુજબ, 2 ઓક્ટોબર, ગુરુવારના રોજ સૌરાષ્ટ્રના છ જિલ્લાઓ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતા છે, જેના પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Published at : 01 Oct 2025 09:22 PM (IST)
આગળ જુઓ
Advertisement





















