શોધખોળ કરો
Gujarat Rain Alert: સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુધી આવતીકાલે ૨૦ જિલ્લામાં વરસાદ તૂટી પડશે! ૬ દિવસ અતિભારે...
Gujarat Rain Forecast: સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ માવઠું, અમદાવાદ ગાંધીનગરમાં તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન.
Gujarat unseasonal rain forecast: ગુજરાતમાં હાલ કમોસમી વરસાદ અને બદલાયેલા વાતાવરણનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના હવામાન અંગે વધુ એક મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હજુ આગામી છ દિવસ સુધી કમોસમી વરસાદનું સંકટ યથાવત રહેશે.
1/7

આવતીકાલે (૧૯ મે) રાજ્યના ૨૦ જિલ્લામાં માવઠાની આગાહી: હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે, ૧૯ મે, ૨૦૨૫ ના રોજ રાજ્યના કુલ ૨૦ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે. વિસ્તારો મુજબ વરસાદની તીવ્રતા અલગ અલગ રહી શકે છે:
2/7

હળવાથી મધ્યમ વરસાદ: સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં, તથા સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા અને છોટા ઉદેપુર જેવા મધ્ય અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
Published at : 18 May 2025 07:39 PM (IST)
આગળ જુઓ




















