શોધખોળ કરો
Heatwave: આગામી પાંચ દિવસ રાજ્યના 17 જિલ્લામાં હીટવેવની આગાહી,જાણો હવામાન વિભાગે શું કહ્યું?
ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઇ રહ્યા છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં પાંચ દિવસ હીટવેવ આગાહી કરવામાં આવી છે.
તસવીર ABP LIVE
1/7

અમદાવાદ: રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. ગરમીથી રાહતના હજુ કોઈ સમાચાર નથી. હવામાન વિભાગે કરી છે આગાહી કે, 'હજુ પાંચ દિવસ ગરમી યથાવત રહેશે. હવામાન વિભાગના મતે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે.
2/7

25 મે સુધી ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, વડોદરા, આણંદ, સુરત અને વલસાડ જિલ્લામાં અંગ દઝાડતી ગરમી પડશે.
Published at : 21 May 2024 06:02 PM (IST)
આગળ જુઓ





















