શોધખોળ કરો
Rain: દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યું, નવસારીના સરા ગામમાં જળબંબાકાર
દક્ષિણ ગુજરાત પર વરસાદી આફતનો ખતરો ઉભો થયો છે. સુરત, નવસારી , ડાંગ, દાહોદ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છોટાઉદેપુર, નર્મદા અને સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
ફોટોઃ abp asmita
1/8

દક્ષિણ ગુજરાત પર વરસાદી આફતનો ખતરો ઉભો થયો છે. સુરત, નવસારી , ડાંગ, દાહોદ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટ જાહેર કરાયું છે. નવસારીના વાંસદા તાલુકાના સરા ગામમાં વરસાદી પાણી ભરાયા હતા. ઉપરવાસના વરસાદથી સરા ગામમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ છે. ગામની બજારો અને ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. ગામમાં પ્રવેશવાના મોટાભાગના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા
2/8

ઉપરવાસના વરસાદથી સુરતની પૂર્ણા નદી તોફાની બની હતી. સુરતના મહુવામાંથી પસાર થતી પૂર્ણા નદી તોફાની બની હતી. મહુવા ગામમાંથી પસાર થતા બ્રિજ પ્રશાસને બંધ કર્યો છે. કાંઠા વિસ્તારમાંથી 112 પરિવારનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઓનડચ, મિયાયુર, બુધલેશ્વર , સેખપુર સહિતના ગામ એલર્ટ પર છે.
Published at : 02 Sep 2024 02:30 PM (IST)
આગળ જુઓ





















