શોધખોળ કરો
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં રેડ-ઓરેન્જ એલર્ટ
Gujarat Rain Alert: હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું; 4 થી 7 સપ્ટેમ્બર સુધી 18 થી વધુ જિલ્લાઓમાં વરસાદનું જોર યથાવત રહેશે.
Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી છૂટાછવાયા વરસાદ બાદ હવે ફરી મેઘરાજા તોફાની બેટિંગ કરવા માટે તૈયાર છે. હવામાન વિભાગ (IMD) એ આગામી 4 દિવસ એટલે કે 4 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 18 થી વધુ જિલ્લાઓમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે, જેના પગલે નર્મદા, તાપી, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
1/5

હવામાન વિભાગની નવી આગાહી મુજબ, ગુજરાતમાં વરસાદનું આગામી રાઉન્ડ વધુ તીવ્ર બની શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
2/5

આવતીકાલે 4 સપ્ટેમ્બરે, નર્મદા અને તાપી જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતા હોવાથી રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, ભરૂચ અને છોટા ઉદેપુરમાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
Published at : 03 Sep 2025 09:00 PM (IST)
આગળ જુઓ





















