શોધખોળ કરો
Gujarat Rain: આગામી 3 કલાકમાં 29 જિલ્લામાં વરસાદ તબાચી મચાવશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
Gujarat Rain Alert: ગુજરાતમાં હાલમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે અને હવામાન વિભાગે એક નવું 'નાવકાસ્ટ' જાહેર કર્યું છે, જે દર્શાવે છે કે રાજ્યમાં વરસાદનું જોર આગામી કલાકોમાં પણ યથાવત રહેશે.
Gujarat Weather Alert: ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ હવે વધુ સક્રિય બન્યો છે. હવામાન વિભાગના 'નાવકાસ્ટ' (તાત્કાલિક આગાહી) મુજબ, આગામી 3 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે.
1/5

Weather Alert: આ દરમિયાન પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ વરસાદી માહોલથી ખેડૂતો અને સામાન્ય જનતાને રાહત મળવાની સંભાવના છે.
2/5

હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, આગામી 3 કલાકમાં ગુજરાતના 29 જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, વડોદરા, આણંદ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. જ્યારે દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં હળવા વરસાદની આગાહી છે.
Published at : 23 Aug 2025 05:08 PM (IST)
આગળ જુઓ





















