શોધખોળ કરો
Sudarshan Setu: પીએમ મોદીએ સુદર્શન બ્રિજનું કર્યુ લોકાર્પણ, જાણો શું છે વિશેષતા
PM Modi Gujarat Visit: ઓખાથી બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું આજે પીએમ મોદી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. આ અત્યાધુનિક બ્રિજનું નિર્માણ રૂ.979 કરોડના ખર્ચે થયું છે

સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કરતાં પીએમ મોદી
1/6

બ્રિજ પર રાત્રિ દરમિયાન ડેકોરેટીવ લાયટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જે બ્રિજની સુંદરતામાં ચાર ચાંદ લગાવશે.
2/6

બ્રિજના મુખ્ય ગાળાની લંબાઈ 500 મીટર છે. જે ભારત દેશમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાળો છે. બ્રિજના મુખ્ય ગાળામાં 130 મીટર ઊંચાઈ ધરાવતા બે પાયલોન છે. બોટમાં મુસાફરી માટે અંદાજિત 30થી 40 મિનિટનો સમય લાગતો હતો તે હવે ઘણો જ ઓછો સમય લાગશે.
3/6

રાહદારીઓ માટે વ્યુઈંગ ગેલેરીની પણ સુવિધા કરેલી છે. તે જગ્યા પરથી પ્રવાસીઓ બેટદ્વારકા અને દરિયાના સુંદર દર્શનનો લ્હાવો લઈ શકશે. બ્રિજના માથે વાહનો ઉપરાંત ચાલીને, સાયકલ, ગોલ્ફ કાર્ટ દ્વારા બેટરી ઓપરેટરથી પણ પસાર થઈ શકશે.
4/6

રાહદારીઓ માટે યાત્રિકો માટે ભગવદ્ ગીતાના શ્લોકો અને કોતરણી માણવાની સુવિધા પણ રાખવામાં આવી છે. જે ઘણું જ આકર્ષણ કેન્દ્ર વધારશે. જેથી યાત્રિકો અને પર્યટનમાં વિકાસ થશે.
5/6

આ ઉપરાતં સિગ્નેચર બ્રિજમાં કેટલીક ખાસ સુવિધાઓ પણ યાત્રિકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. બ્રિજ પહેલા વાહન પાર્ક કરવા ઓખા તરફ પાર્કિંગ સુવિધા છે.
6/6

ફૂટપાથ ઉપર લગાવેલી સોલાર પેનલથી 1 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે. જેનો ઉપયોગ બ્રીજ પર લાઇટિંગ માટે કરવામાં આવશે. વધારાની વીજળી ઓખા ગામની જરૂરિયાત માટે આપવામાં આવશે.
Published at : 25 Feb 2024 07:11 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
મહિલા
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
