શોધખોળ કરો
Monsoon Alert: આ વર્ષે વરસાદ વધુ પડશે કે ઓછો? 35થી વધુ હવામાન નિષ્ણાંતોએ કરી મોટી ભવિષ્યવાણી!
Rain Alert: કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં યોજાયો ૩૧મો કાર્યક્રમ; ૩૫ થી વધુ હવામાન નિષ્ણાંતોએ લીધો ભાગ; એકંદરે ૧૬ આની ચોમાસુ રહેવાની કરાઈ આગાહી.
Gujarat Weather: જૂનના પ્રથમ સપ્તાહમાં પવન સાથે વરસાદની સંભાવના; ગયા વર્ષ કરતાં ઓછો વરસાદ રહેશે - રમણીક વામજા, ભીમાભાઇ ઓડેદરાએ સારા વરસાદની આગાહી કરી
1/5

Monsoon 2025: દર વર્ષની પરંપરા મુજબ, આ વર્ષે પણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ૩૧મા વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યભરના ૩૫ થી વધુ હવામાન નિષ્ણાંતો અને આગાહીકારો એકત્ર થયા હતા અને આગામી ચોમાસાને લઈને પોતાના અનુમાનો અને મંતવ્યો રજૂ કર્યા હતા. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
2/5

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં ઉપસ્થિત મોટાભાગના આગાહીકારોએ આગામી ચોમાસાને લઈને એકંદરે સારું અનુમાન વ્યક્ત કર્યું હતું. પરિસંવાદમાં થયેલી ચર્ચાઓ અને રજૂ થયેલા મંતવ્યો મુજબ, આ વર્ષે ૧૬ આની ચોમાસુ રહેવાની આગાહી કરવામાં આવી છે, જે પરંપરાગત માપ મુજબ ખૂબ સારા ચોમાસાનો સંકેત છે.
Published at : 17 May 2025 03:24 PM (IST)
આગળ જુઓ





















