શોધખોળ કરો
Kadana Dam Photos: મહીસાગર પરનો કડાણા ડેમ ફૂલ, પાણી છોડવા 21 ગેટ ખોલાયા, 106 ગામો પણ ખતરો...
કડાણા ડેમના 21 ગેટ ખોલી પાણી છોડાયુ, મહીસાગરમાં પાણીની સતત આવકથી 106 ગામોને કરાયા એલર્ટ
![કડાણા ડેમના 21 ગેટ ખોલી પાણી છોડાયુ, મહીસાગરમાં પાણીની સતત આવકથી 106 ગામોને કરાયા એલર્ટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/11/459c3ffeda0fe49c1ef4a5df420ad01c172603879744477_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એબીપી લાઇવ
1/8
![Mahisagar Rain News: છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજુ પણ ગુજરાતમાં ભાદરવો ભરપૂર થઇ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/11/85f6d9c59beebc350fc736a28eec4e4604e12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Mahisagar Rain News: છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજુ પણ ગુજરાતમાં ભાદરવો ભરપૂર થઇ શકે છે.
2/8
![આ બધાની વચ્ચે હવે મહીસાગર નદીમાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે. સતત વધતા પાણીની સ્તરને કારણે કડાણા ડેમ ઓવરફ્લો થઇ રહ્યો છે. હાલમાં ડેમના 21 ગેટ ખોલવામાં આવ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/11/24ce842913798e8942caedecec4ba05386560.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ બધાની વચ્ચે હવે મહીસાગર નદીમાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે. સતત વધતા પાણીની સ્તરને કારણે કડાણા ડેમ ઓવરફ્લો થઇ રહ્યો છે. હાલમાં ડેમના 21 ગેટ ખોલવામાં આવ્યા છે.
3/8
![રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની ફરીથી હવામાન વિભાગે આગાહી કરી છે. માહિતી પ્રમાણે, મધ્ય ગુજરાતની મોટી નદી મહીસાગરમાં પાણીની મોટી આવક નોંધાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/11/515eab947b1d4cc199df347d32d3c53315343.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની ફરીથી હવામાન વિભાગે આગાહી કરી છે. માહિતી પ્રમાણે, મધ્ય ગુજરાતની મોટી નદી મહીસાગરમાં પાણીની મોટી આવક નોંધાઇ રહી છે.
4/8
![હાલની સ્થિતિમાં મહીસાગરના કડાણા ડેમમાં પાણી સતત આવક થઇ રહી છે. કડાણા ડેમમાં હાલ 1 લાખ 47 હજાર 546 ક્યૂસેક પાણીની આવક નોંધાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/11/718d70578c0f7991c2de8c20d4644b230c02e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલની સ્થિતિમાં મહીસાગરના કડાણા ડેમમાં પાણી સતત આવક થઇ રહી છે. કડાણા ડેમમાં હાલ 1 લાખ 47 હજાર 546 ક્યૂસેક પાણીની આવક નોંધાઇ રહી છે.
5/8
![કડાણા ડેમની જળસપાટી અત્યારે 417.5 ફૂટે પહોંચી છે. પાણીની ભારે આવકથી કડાણા ડેમ 92.31 ટકા ભરાયો છે. ખાસ વાત છે કે, જળસ્તર વધતાં કડાણા ડેમના 21 દરવાજા ખોલીને નદીમાં છોડવામાં પાણી છોડવામાં આવી રહ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/11/abf276ebccd1b6760e90150a7d53e605541ff.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કડાણા ડેમની જળસપાટી અત્યારે 417.5 ફૂટે પહોંચી છે. પાણીની ભારે આવકથી કડાણા ડેમ 92.31 ટકા ભરાયો છે. ખાસ વાત છે કે, જળસ્તર વધતાં કડાણા ડેમના 21 દરવાજા ખોલીને નદીમાં છોડવામાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
6/8
![તંત્ર દ્વારા નદીકાંઠાના 106 ગામોને એલર્ટ કરાયા છે. લુણાવાડાના તાત્રોલી બ્રિજ પર વાહન વ્યવહારને પણ બંધ કરાયો છે અને મહીસાગર, પંચમહાલ, ખેડા જિલ્લા કલેક્ટરને આ અંગે જાણ કરાઇ છે. વડોદરા, આણંદ જિલ્લાના કલેક્ટરને પણ પત્રથી જાણ કરાઇ છે. સંબંધિત અધિકારીઓને તકેદારી રાખવા સૂચના અપાઇ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/11/cd337c1353d76e7eab7d99e41691337722cc3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તંત્ર દ્વારા નદીકાંઠાના 106 ગામોને એલર્ટ કરાયા છે. લુણાવાડાના તાત્રોલી બ્રિજ પર વાહન વ્યવહારને પણ બંધ કરાયો છે અને મહીસાગર, પંચમહાલ, ખેડા જિલ્લા કલેક્ટરને આ અંગે જાણ કરાઇ છે. વડોદરા, આણંદ જિલ્લાના કલેક્ટરને પણ પત્રથી જાણ કરાઇ છે. સંબંધિત અધિકારીઓને તકેદારી રાખવા સૂચના અપાઇ છે.
7/8
![ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 120.80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183.32 ટકા, તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં નોંધાયો 128.44 ટકા વરસાદ વરસ્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 122 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. તો મધ્ય ગુજરાતમાં 116.31 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 104.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/11/f0bc56a7817f5eded94821a453093fbb2c9ea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 120.80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183.32 ટકા, તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં નોંધાયો 128.44 ટકા વરસાદ વરસ્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 122 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. તો મધ્ય ગુજરાતમાં 116.31 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 104.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
8/8
![પાણીની ભરપૂર આવક થતા રાજ્યના 207 પૈકી 115 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 95 જળાશયો હાઉસફુલ થયા છે. તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના નવ નવ ડેમ અને ઉત્તર ગુજરાતના બે ડેમ થયા છલોછલ ભરાઇ ચૂક્યાં છે. સારા વરસાદને પગલે રાજ્યના 161 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. જેમાંથી પૈકી 90 ટકાથી વધુ ભરાયેલા 143 જળાશયો હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા નવ ડેમ એલર્ટ.. તો 70થી 80 ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ પર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/11/1426b58943a014cca9e3c6a101226966db5c7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાણીની ભરપૂર આવક થતા રાજ્યના 207 પૈકી 115 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 95 જળાશયો હાઉસફુલ થયા છે. તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના નવ નવ ડેમ અને ઉત્તર ગુજરાતના બે ડેમ થયા છલોછલ ભરાઇ ચૂક્યાં છે. સારા વરસાદને પગલે રાજ્યના 161 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. જેમાંથી પૈકી 90 ટકાથી વધુ ભરાયેલા 143 જળાશયો હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા નવ ડેમ એલર્ટ.. તો 70થી 80 ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ પર છે.
Published at : 11 Sep 2024 12:43 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)