શોધખોળ કરો
Monsoon Festival: મોનસૂન ફેસ્ટિવલ નિમિત્તે દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું દમણ, શ્રેયા ઘોષાલના સૂરે ઝૂમી ઉઠ્યા પર્યટકો
Monsoon Festival PHOTO: સંઘ પ્રદેશ દમણમાં મોનસૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 30 તારીખ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં બોલીવૂડ સેલિબ્રેટીએ પણ આકર્ષણ જમાવ્યું હતું.
( Image Source : Social Media )
1/10

Monsoon Festival PHOTO: સંઘ પ્રદેશ દમણમાં મોનસૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 30 તારીખ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં બોલીવૂડ સેલિબ્રેટીએ પણ આકર્ષણ જમાવ્યું હતું. સાથે જ બોલિવૂડના પ્રખ્યાત સિંગર શ્રેયા ઘોષાલ દ્વારા પોતાના સૂરોના સથવારે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
2/10

રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં મોનસુન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 30 તારીખ સુધી ચાલનારા મોનસુન ફેસ્ટિવલનો આરંભ પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલે કરાવ્યો હતો.
3/10

દમણના જાણીતા દેવકાના દરિયા કિનારે નમો પથ પર મોનસુન ફેસ્ટિવલના આરંભ પ્રસંગે પ્રશાસક પ્રફુલ પટેલ સહિત પ્રદેશના રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે પ્રદેશના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
4/10

મોનસુન ફેસ્ટિવલ નિમિતે દરિયા કિનારે અનેક રંગારંગ કાર્યક્રમ અને કલ્ચરલ પરેડ પણ યોજાઇ હતી.
5/10

મહત્વપૂર્ણ છે કે દમણનો દરિયો દેશભરમાં જાણીતો છે. દેશના ખૂણે ખૂણેથી પર્યટકો દમણ ની મુલાકાત લે છે.
6/10

જોકે ચોમાસાના માહોલમાં દમણનામાં પર્યટકોની સંખ્યા ઓછી થાય છે. આથી હોટેલ ઉદ્યોગ સાથે અન્ય દુકાનદારોને પણ તેની અસર થાય છે.
7/10

જોકે હવે પ્રદેશમાં ચોમાસાના માહોલમાં દરિયા કિનારે મોનસુન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આથી આજે આરંભ વખતે જ મોટી સંખ્યામાં પર્યટકો અને સ્થાનિક લોકો પરિવાર સાથે દમણના નમો પથ પર ઉમટ્યા હતા.
8/10

આ પ્રસંગે ભવ્ય આતસબાજી યોજાઇ હતી. આથી દમણનું આકાશ ગુંજી ઉઠ્યું હતું.
9/10

સાથે જ દરિયા કિનારે સાંસ્કૃતિક પરેડ પણ યોજાઇ હતી .જેમાં દેશની વિવિધ સાંસ્કૃતિક નૃત્ય ની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. અને દરિયા કિનારા અને રંગબેરંગી અને હોટેલોને પણ રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવી હતી.
10/10

દમણમાં સૌપ્રથમ વખત મોટા પાયે યોજાયેલા આ મોનસુન ફેસ્ટિવલને સારો પ્રતિસાદ મળ્યો હતો અને પ્રથમ દિવસે જ દરિયા કિનારે ચિક્કાર ભીડ જામી હતી.
Published at : 27 Aug 2023 04:49 PM (IST)
આગળ જુઓ
Advertisement





















