શોધખોળ કરો
ગીર અભયારણ્યમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, જોવા મળ્યો અલગ અંદાજ
PM Modi Gir Lion Safari Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે પર સોમવારે (3 માર્ચ) સવારે જૂનાગઢ જિલ્લામાં ગીર અભયારણ્યમાં જંગલ સફારીનો આનંદ માણ્યો અને એશિયાઈ સિંહોને નિહાળ્યા હતા.
વડાપ્રધાન મોદી
1/6

PM Modi Gir Lion Safari Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે પર સોમવારે (3 માર્ચ) સવારે જૂનાગઢ જિલ્લામાં ગીર અભયારણ્યમાં જંગલ સફારીનો આનંદ માણ્યો અને એશિયાઈ સિંહોને નિહાળ્યા હતા. સોમનાથથી પાછા ફર્યા બાદ મોદીએ સાસણમાં આવેલા ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ 'સિંહ સદન'માં રાત્રી વિશ્રામ કર્યો હતો. રવિવાર (2 માર્ચ) સાંજે, તેમણે સોમનાથ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરી હતી. 'સિંહ સદન' થી વડાપ્રધાન મોદી જંગલ સફારી પર ગયા હતા. તેમની સાથે કેટલાક મંત્રીઓ અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ હતા.
2/6

વડાપ્રધાન સાસણ ગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડ (NBWL) ની સાતમી બેઠકની અધ્યક્ષતા પણ કરશે. NBWLમાં 47 સભ્યો છે, જેમાં આર્મી ચીફ, વિવિધ રાજ્યોના સભ્યો, ક્ષેત્રમાં કામ કરતી NGO ના પ્રતિનિધિઓ, મુખ્ય વન્યજીવન વોર્ડન અને વિવિધ રાજ્યોના સચિવોનો સમાવેશ થાય છે. બેઠક પછી મોદી સાસણમાં કેટલીક મહિલા વન કર્મચારીઓ સાથે પણ વાતચીત કરશે.
Published at : 03 Mar 2025 12:26 PM (IST)
આગળ જુઓ





















