શોધખોળ કરો
PM મોદીએ Morbi Bridge ઘટના સ્થળની મુલાકાત બાદ રાહત-બચાવ કામ કરનાર જવાનો અને ઈજાગ્રસ્તોને મળ્યા, જુઓ Photos
પીએમ નરેન્દ્ર મોદી મોરબી બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાત કરવા માટે મોરબી પહોંચ્યા હતા.

પીએમ મોદીએ દર્દીઓની મુલાકાત કરી
1/9

મોરબીમાં સર્જાયેલી ગોઝારી બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 134 લોકોનાં મોત થઈ ચુક્યા છે. ત્યારે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરબી મુલાકાતે પહોંચ્યા હતા.
2/9

પ્રધાનમંત્રી મોદી આજે બપોરે 3.45 વાગ્યે મોરબી પહોંચ્યા હતા. ત્યાર બાદ સીધા પીએમ મોદી મોરબી બ્રિજના દુર્ઘટના સ્થળે જવા રવાના થયા હતા.
3/9

પીએમ નરેન્દ્ર મોદી બ્રિજ દુર્ઘટના સર્જાઈ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. પીએમ મોદીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર ઘટના અને પુલની સ્થિતિ અંગેની માહિતી આપી હતી.
4/9

આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અન્ય નેતાઓ અને અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
5/9

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પીએમ મોદીને સમગ્ર ઘટનાની તલસ્પર્શી જાણકારી આપી હતી. ત્યાર બાદ પીએ મોદી મોરબી સિવીલ હોસ્પિટલ જવા રવાના થયા હતા.
6/9

પીએમ મોદીએ મોરબી સિવીલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા દર્દીઓ સાથે વાતચીત કરી હતી.
7/9

ઘટના સ્થળની મુલાકાત બાદ પીએમ મોદી મોરબી સિવીલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીએ તમામ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
8/9

દુર્ઘટના સર્જાયા બાદ રાહત-બચાવ કામગીરીમાં કામ કરનાર આર્મીના જવાનો, એરફોર્સના જવાનો, NDRF, SDRF સહિતના કર્મચારીઓ સાથે પીએમ નરેન્દ્ર મોદીએ રુબરુ મુલાકાત કરી હતી.
9/9

રવિવાર (30 ઓક્ટોબર)ના રોજ થયેલા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 134 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત બાદ પોલીસે કેસ નોંધીને સોમવારે 9 લોકોની ધરપકડ કરી હતી
Published at : 01 Nov 2022 05:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રાઇમ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
