શોધખોળ કરો
Gujarat Rain: આવતીકાલે ગુજરાતના 6 જિલ્લામાં વરસાદ તબાહી મચાવશે, હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી જુલાઈ 24, 2025 ના રોજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
Gujarat Weather Alert: હવામાન વિભાગ દ્વારા રાજ્યના 6 જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ એલર્ટ મુજબ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
1/5

આ 6 જિલ્લાઓ ઉપરાંત, ગુજરાતને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દાદરા નગરહવેલી માં પણ આવતીકાલે ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં ચોમાસું સક્રિય છે અને છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
2/5

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હાલમાં, મોનસૂન ટ્રફ બંગાળની ખાડીમાં સક્રિય છે, જ્યારે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમ્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ બન્યો છે.
Published at : 23 Jul 2025 07:22 PM (IST)
આગળ જુઓ





















