શોધખોળ કરો
Gujarat Rain: સુરત,નવસારી,વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી
Gujarat Rain: સુરત,નવસારી,વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી

પ્રતિકાત્મક તસવીર
1/6

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેશે. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
2/6

બનાસકાંઠા, પાટણ, સાબરકાઠા,ભરૂચ, તાપી, અરવલ્લી, નર્મદા, ડાંગમાં આજે યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આજે યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે.
3/6

આવતીકાલે શનિવારે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
4/6

હવામાન વિભાગે ભારે વરસાદની આગાહીના પગલે આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
5/6

હાલ ઓફશૉર ટ્રફ અને સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ વરસી રહ્યો છે.
6/6

ઓગસ્ટ મહિનામાં સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા ઓછો વરસાદ નોંધાશે. અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ રહેશે.
Published at : 02 Aug 2024 03:01 PM (IST)
આગળ જુઓ
Advertisement