શોધખોળ કરો
(Source: ECI | ABP NEWS)
ગુજરાતમાં આગામી 3 કલાક માટે 7 જિલ્લામાં 'રેડ એલર્ટ': દેવભૂમિ દ્વારકા, જામનગર સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી!
Gujarat Rain: હવામાન વિભાગે અમદાવાદ, રાજકોટ, સુરત સહિત 6 જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' અને અન્ય વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી.
Rain Alert: ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને હવામાન વિભાગે આગામી 3 કલાક માટે રાજ્યના 7 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતા 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે.
1/5

આ જિલ્લાઓમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને કચ્છ નો સમાવેશ થાય છે, જ્યાં નાગરિકોને અત્યંત સાવચેત રહેવા જણાવાયું છે.
2/5

હવામાન વિભાગ દ્વારા આજે સાંજે 7 વાગ્યા સુધીની આગાહી અનુસાર, રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા અલગ-અલગ રહેશે: રેડ એલર્ટ (ભારેથી અતિભારે વરસાદ): દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, કચ્છ
3/5

ઓરેન્જ એલર્ટ (ભારે વરસાદ): અમદાવાદ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી
4/5

યલો એલર્ટ (હળવો વરસાદ): ઉપરોક્ત જિલ્લાઓ સિવાયના રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે.
5/5

વહીવટી તંત્ર દ્વારા સંબંધિત જિલ્લાઓમાં તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને નાગરિકોને સુરક્ષિત સ્થળોએ રહેવા, નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા અને જરૂરી સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.
Published at : 30 Jun 2025 04:54 PM (IST)
આગળ જુઓ
Advertisement




















