શોધખોળ કરો
Unseasonal Rain: ભાવનગર અને અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ, અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી, રસ્તાઓ પર પાણી ભરાયા
સૌરાષ્ટ્રભરમાં કમોસમી વરસાદે તબાહી મચાવી છે. પવન સાથે વરસેલા વરસાથી અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા તો ખેતરોમાં પાણી ભરાયા હતા.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ
1/9

સૌરાષ્ટ્રભરમાં કમોસમી વરસાદે તબાહી મચાવી છે. ભાવનગરના મહુવા, પાલીતાણા, ગારીયાધાર, જેસર સહિતના તાલુકા ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેડૂતોને ઉનાળુ પાકમાં વ્યાપક નુકસાન થવાની ચિંતા છે. ભાવનગર અને અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. પવન સાથે વરસેલા વરસાથી અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા તો ખેતરોમાં પાણી ભરાયા હતા.
2/9

અમરેલીના ધારી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ધારીના ચલાલામાં ધોધમાર વરસાદના કારણે ઇંટો પકવતા લોકોને નુકસાન થવાની ભીતિ છે.
Published at : 29 Apr 2023 11:02 PM (IST)
આગળ જુઓ





















