શોધખોળ કરો
Ram Mandir: 10 દિવસમાં રામલલાના દરબારમાં રેકોર્ડ બ્રેક પહોંચ્યાં દર્શનાર્થી, 20 લાખથી વધુ લોકોએ કર્યા દર્શન
Ram Mandir : ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા આ દિવસોમાં ભગવાન રામના ગુણગાનથી ગૂંજી રહી છે. રામલલાના દર્શન કરવા લાખો લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. ચાલો જાણીએ કે, આ આંકડો ક્યાં સુધી પહોંચ્યો છે.
રામ મંદિર દર્શન
1/5

Ram Mandir : ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા આ દિવસોમાં ભગવાન રામના ગુણગાનથી ગૂંજી રહી છે. રામલલાના દર્શન કરવા લાખો લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. ચાલો જાણીએ કે, આ આંકડો ક્યાં સુધી પહોંચ્યો છે.
2/5

રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક બાદ લોકો રેકોર્ડ તોડીને અયોધ્યા શહેરમાં દર્શન માટે આવી રહ્યા છે. માત્ર 10 દિવસમાં લાખો લોકોએ રામલલાના દર્શન કર્યા. ચાલો જોઈએ કે આ આંકડો ક્યાં સુધી પહોંચ્યો છે.
3/5

જો પહેલા દિવસની વાત કરીએ તો 22 જાન્યુઆરીના રોજ 5 લાખ લોકો રામલલાના દર્શન માટે પહોંચ્યા હતા. રામલલાના દર્શન માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. બીજા દિવસે એટલે કે 23 જાન્યુઆરીએ જ્યારે મંદિરના દરવાજા ખુલ્યા ત્યારે લગભગ 2 લાખ લોકોએ દર્શન કર્યા હતા.
4/5

અયોધ્યા શહેર ભગવાન શ્રીરામના નારાથી ગુંજી રહ્યું છે. ત્રીજા દિવસે એટલે કે 24મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામના ભક્તોએ લાખોની સંખ્યામાં દર્શન કર્યા, તે દિવસે આ આંકડો 2 લાખની આસપાસ પહોંચી ગયો. 25 જાન્યુઆરીએ પણ 2 લાખ લોકોએ રામલલાના દર્શન કર્યા હતા.
5/5

26મી જાન્યુઆરીના ગણતંત્ર દિવસની રજાના દિવસે તેનો આંકડો વધી ગયો, આ દિવસે લગભગ 2.5 લાખ લોકો રામલલાના દરબારમાં દર્શન માટે પહોંચ્યા હતા. જાણકારોના મતે રામલલાના દરબારમાં હાજરી આપવા માટે દરરોજ લગભગ 2 લાખ લોકો આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અયોધ્યા પહોંચવા માટે ભારતના ઘણા ભાગોમાંથી નવી ટ્રેનો અને હવાઈ મુસાફરી શરૂ કરવામાં આવી છે.
Published at : 31 Jan 2024 04:46 PM (IST)
આગળ જુઓ
Advertisement





















