એક્ટ્રેસ વિદ્યા બાલન તેમની નિખરેલી અને દાગ રહિત ત્વચાના કારણે લાખો દિલો પર રાજ કરે છે. વિદ્યા બાલન તેમની એક્ટિંગની સાથે તેમની નેચરલ બ્યુટીના કારણે પણ ચર્ચાં માં રહે છે. વિદ્યાબાલન તેમની ચહેરાની સારસંભાળ માટે નેચરલ પ્રોડક્ટસનો ઉપયોગ કરે છે.
2/6
વિદ્યાબાલન કહે છે કે, સ્કિનની બ્યુટી માટે તેને ડીટોક્સ કરી જરૂરી છે. તો વિદ્યા બાલન પાસેથી જ જાણીએ કે સ્કિનને કેવી રીતે ડિટોક્સ કરી શકાય. સૌપ્રથમ તો રાત્રે મેકઅપને ચહેરા પરથી દૂર કરીને ચહેરો ક્લિન કરીને ઊંઘવું જોઇએ.
3/6
રાત્રે સૂતા પહેલા ચહેરાને હાઇડ્ઇટ રાખવા માટે હાઇડ્રેટિંગ સીરમથી ચહેરાની માલિશ કરો. આ ટિપ્સના કારણે ત્વચા એકદમ મૂલાયમ બનશે અને ચહેરો ખીલેલો દેખાશે.
4/6
સવારે ઉઠ્યાં બાદ સૌથી પહેલા આપ સાદા પાણીથી ચહેરાને સારી રીતે ધોઇ લો. આપ અહીં સ્કિનને અનુકૂળ ફેશવોશ પણ યુઝ કરી શકો છો ત્યાર બાદ સ્ટીમ લો. જેથી ચહેરા પરની ગંદગી દૂર જઇ જશે,
5/6
ઘર પર ફેસમાસ્ક બનાવવા માટે આપ આપની સ્કિન ટાઇપને ધ્યાનમાં રાખો., જો ડ્રાઇ સ્કિન હોય તો દહીં, મધનો ઉપયોગ કરી શકો છો. જો ઓઇલી સ્કિન હોય તો આપ મુલતાની માટી કે અન્ય ક્લે બેઇઝ્ડ ફેસ માસ્ક લાગાવી શકો છો. ફેસમાસ્ક લગાવ્યાં બાદ ચહેરાનાને સાફ કરીને સીરમ કે ફેસિયલ ઓઇલ લગાવી શકો છો.
6/6
બ્યુટીફુલ સ્કિન માટે ડાયટ પણ મહત્વનું છે. સ્કિનને હાઇડ્રેઇટ રાખવા માટે ખૂબ પાણી પીવો. આલ્કોહોલ અને કેફિનનું સેવન ન કરો. ડાયટમાં સલાડ અને સિઝન ફળો જરૂર સામેલ કરો ટામેટાને અવશ્ય લો. તેનાથી સ્કિન ખીલેલી દેખાશે.