Corona virus:મ્યુટેટ થયા બાદ કોરોના વાયરસ અલગ અલગ રીતે લોકો પર હુમલો કરી રહ્યો છે. બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઇકોસિસ બાદ એક બીજી સમસ્યા ઉભી થઇ છે. કોવિડ -19થી રિકવર થયા બાદ દર્દીમાં અવૈસ્કુલર નેકોસિસ એટલે બોન ડેથના કેસ જોવા મળી રહ્યાં છે. આ એક એવી મેડિકલ કન્ડિશન છે, જેમાં દર્દીન હાડકા ગળી જાય છે.
2/5
અવૈસ્કુલર નેકોસિસના મુંબઇમાં ત્રણ કેસ નોંધાય છે. ડોક્ટર્સ એ વાતને લઇને ચિંતિત છે કે, આવનાર સમયમાં અવૈસ્કુલર નેકોસિસના કેસ વધી શકે છે. આ સમસ્યા માટે સ્ટીરોઇડને વધુ જવાબદાર મનાય છે એટલે કે, બીમારીથી બહાર આવવા માટે અપાતી સ્ટીરોઇડના કારણે અવૈસ્કુલર નેકોસિસની સમસ્યા થઇ શકે છે.
3/5
રિપોર્ટસ મુજબ હિંદુજા હોસ્પિટલમાં અવૈસ્કુલર નેકોસિસના 40થી આસપાસની ઉંમરના 3 કેસ નોંધાયા છે. હિન્દુજા હોસ્પિટલના ડોક્ટર સંજય અગ્રવાલે કહ્યું કે, આ દર્દીઓના ફીમર બોન એટલે કે, સાાથળના હાંકડામાં દર્દીની ફરિયાદ જોવા મળી હતી.
4/5
મેડિકલ જર્નલ બીએમજે કેસ સ્ટડીઝ કેસ સ્ટડીઝમાં આ બીમારી પર નેક્રોસિસ એ પાર્ટ ઓફ લોન્ગ કોવિડના નામથી શનિવારે એક સ્ટડી પણ પ્રકાશિત થઇ હતી. આ સિવાય કેટલાક ડોક્ટર્સે પણ કોવિડથી રિકવરી બાદ અવૈસ્કુસિસ એક અથવા બે કેસની પુષ્ટી કરી છે.
5/5
સ્ટડીમાં જોવા મળ્યું કે, કોરોના ઇન્ફેકશનથી દર્દીને બચાવવા માટે કોર્ટિકોસ્ટેરોઇડસ પ્રીડનીસોલન મોટા પાયે ઉપયોગ કરવાામાં આવ્યો છે. જેના કારણે અવૈસ્કુલર નેકોસિસના કેસ જોવા મળી રહ્યાં છે.