શોધખોળ કરો

Delhi Water Crisis: ‘રાતે 2 વાગે છે લાઈનો, પાણી માટે ફૂટે છે માથા...’, દિલ્હીના જળસંકટ પર લોકોનું છલકાયું દર્દ

Delhi Water Crisis: દિલ્હીના જળ સંકટથી દેશની ભયાનક તસવીર સામે આવી છે. રાજધાનીમાં પાણીની તંગી સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે.

દિલ્હીમાં પાણીની તંગીના કારણે લોકોને લાઈનોમાં ઉભા રહીને ટેન્કરથી પાણી ભરવું પડે છે.

1/7
દિલ્હીમાં પાણીની અછતને કારણે અરાજકતા છે. લોકો પાણીના દરેક ટીપા માટે તડપતા જોવા મળી રહ્યા છે. દક્ષિણ દિલ્હીથી લઈને પૂર્વ દિલ્હી સુધી લોકો જળસંકટનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP) સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. તેઓ માંગ કરી રહ્યા છે કે રાજ્ય સરકારે પરિસ્થિતિને પહોંચી વળવા તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

2/7
રાજધાની દિલ્હીના જહાંગીરપુરી, ઓખલા, ચાણક્યપુરી, પહાડગંજ, ચિરાગ દિલ્હી, આઈટીઓ, સોનિયા વિહાર, શ્રીનિવાસપુરી, ગીતા કોલોની, સંગમ વિહાર, દેવલી વિધાનસભા ક્ષેત્ર, વસંત વિહાર જેવા વિસ્તારોમાં પાણીની સૌથી વધુ તંગી જોવા મળી રહી છે. આમાંના કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાંથી વડાપ્રધાનનું નિવાસસ્થાન અને મુખ્યમંત્રીનું નિવાસસ્થાન થોડાક કિલોમીટરના અંતરે આવેલું છે. આમ છતાં લોકો પાણી માટે તરસી રહ્યા છે.

3/7
જળ સંકટ વચ્ચે દિલ્હીના જળ મંત્રી આતિશીએ શહેર પોલીસને પત્ર લખ્યો છે. જેમાં તેમણે પાઈપલાઈનને તોડફોડથી બચાવવાની માંગણી કરી છે. આતિશીનો દાવો છે કે દિલ્હીમાં ઘણી જગ્યાએ પાણીની પાઇપલાઇનમાં તોડફોડ કરવામાં આવી છે, જેના કારણે પાણી વહી રહ્યું છે અને વેડફાઈ રહ્યું છે. દિલ્હી સરકારે હરિયાણાને માનવતાના ધોરણે પાણી છોડવાની વિનંતી પણ કરી છે.

4/7
એબીપી ન્યૂઝની ટીમ પૂર્વ દિલ્હીની ગીતા કોલોની પહોંચી. અહીં પણ પાણી ન મળવાના કારણે લોકો ભારે પરેશાન છે. વિનય પોદ્દાર નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે,
એબીપી ન્યૂઝની ટીમ પૂર્વ દિલ્હીની ગીતા કોલોની પહોંચી. અહીં પણ પાણી ન મળવાના કારણે લોકો ભારે પરેશાન છે. વિનય પોદ્દાર નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, "અહીં પાંચ-છ વર્ષથી પાણીની સમસ્યા છે. ક્યારેક અડધું ટેન્કર પાણી તો ક્યારેક પૂરા ટેન્કરનું પાણી આવે છે. અહીં 8 થી 10 હજાર લોકો રહે છે, જેમને સવારે 4 ટેન્કર પાણીની જરૂર પડે છે પરંતુ માત્ર એક જ ટેન્કર સપ્લાય કરવામાં આવી રહ્યું છે અને અહીં લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
5/7
એક સ્થાનિક વ્યક્તિએ પાણીની અછતને કારણે જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે વિશે જણાવ્યું. તેણે કહ્યું કે,
એક સ્થાનિક વ્યક્તિએ પાણીની અછતને કારણે જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે વિશે જણાવ્યું. તેણે કહ્યું કે, "અમે સવારથી નાહ્યા નથી. અમારો આખો પરિવાર પાણીની રાહ જોઈને બેઠો છે. સવારે પાણી આવે તો પણ ચાર દિવસ પાણી મળતું નથી. અમે જ્યાં રહીએ છીએ ત્યાં પહેલા 14 થી 15 સુધી પાણી મળતું નથી. 4 પરિવારો પાણીના અભાવે તેમના ઘર છોડી ગયા છે, સ્થાનિક ધારાસભ્ય પણ અમારી વાત સાંભળી રહ્યા નથી.
6/7
ગીતા કોલોનીમાં રહેતી એક મહિલાએ જણાવ્યું હતું કે, બધે નળ છે, પરંતુ પાણી 10-15 મિનિટ માટે જ આવે છે. અહીં એટલી વસ્તી છે કે વધુમાં વધુ એક કે બે ડબ્બા ભરી શકાય છે. જ્યારે પણ ટેન્કર આવે છે ત્યારે લાંબી કતારો લાગે છે.

7/7
અન્ય એક વ્યક્તિએ કહ્યું, અહીં પાણીની અછત એટલી ગંભીર છે કે લોકો રાત્રે 2-3 વાગ્યાથી પાણીની કતારમાં ઉભા રહેવાનું શરૂ કરે છે. જેમને અડધો ડબ્બો પાણી મળે છે તે યુદ્ધ જીતવા જેવું છે. જેમને તે મળતું નથી તેઓ નિરાશ થઈને ઘરે જાય છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

10 ઇંચ સુધી સાંબેલાધાર વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ચોમાસું ક્યા વિસ્તારમાં ભુક્કા બોલાવશે

Gujarat Rain Forecast: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ક્યાં સુધી રહેશે સક્રિય, આ જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ

ઓમ બિરલા બનશે NDAના ઉમેદવાર પણ રાહલુ ગાંધીએ રાખી આ શરત, જાણો શું કરી માંગ

AFG vs BAN: અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ, બાંગ્લાદેશને 8 રને હરાવી સેમિફાઇનલમાં કરી એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર

metaverse

વિડિઓઝ

IND vs AUS| ભારતે 2023 વર્લ્ડકપની હારનો બદલો લીધો, ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યુંGujarat Rain Forecast | ત્રણ કલાકની ભારે વરસાદની આગાહીને પગલે શું શું બન્યું?Watch VideoRajkot | આજના રાજકોટ બંધને કોનું કોનું મળ્યું સમર્થન?, જુઓ વીડિયોમાંArvalli Rain | માલપુર સહિતના વિસ્તારોમાં ખાબક્યો વરસાદ, જુઓ સજ્જનપુરના કેવા થયા હાલ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
10 ઇંચ સુધી સાંબેલાધાર વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ચોમાસું ક્યા વિસ્તારમાં ભુક્કા બોલાવશે
10 ઇંચ સુધી સાંબેલાધાર વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ચોમાસું ક્યા વિસ્તારમાં ભુક્કા બોલાવશે
Gujarat Rain Forecast: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ક્યાં સુધી રહેશે સક્રિય, આ જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ
Gujarat Rain Forecast: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ક્યાં સુધી રહેશે સક્રિય, આ જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ
ઓમ બિરલા બનશે NDAના ઉમેદવાર પણ રાહલુ ગાંધીએ રાખી આ શરત, જાણો શું કરી માંગ
ઓમ બિરલા બનશે NDAના ઉમેદવાર પણ રાહલુ ગાંધીએ રાખી આ શરત, જાણો શું કરી માંગ
AFG vs BAN: અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ, બાંગ્લાદેશને 8 રને હરાવી સેમિફાઇનલમાં કરી એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર
AFG vs BAN: અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ, બાંગ્લાદેશને 8 રને હરાવી સેમિફાઇનલમાં કરી એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર
શું મોદી સરકાર ' INDIA'ની ગુગલીમાં ફસાઈ જશે? લોકસભા સ્પીકરને લઈને મોટી ગેમ રમી

Gujarat Rain Forecast: આજે રાજ્યના આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Heart Attack: હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, સુરતમાં એક જ દિવસમાં ત્રણ યુવાનો હાર્ટ એટેકથી મોતને ભેટ્યા

Actress Marriage: બૉલીવુડની આ હસીના 49 વર્ષની ઉંમરે કરવા માંગે છે લગ્ન, બોલી- હું તૈયાર છું, પણ છોકરો નથી મળતો...

Embed widget