શોધખોળ કરો
IRCTC એકાઉન્ટને આધાર સાથે કેવી રીતે કરશો લિંક? તત્કાલ ટિકિટ નહી થાય બુક, એક જૂલાઇથી નવો નિયમ લાગુ
ભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગ નીતિમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો 1 જૂલાઈથી અમલમાં આવશે. ફક્ત તે યુઝર્સ જેનું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક થયેલ છે તે જ તત્કાલ ટિકિટ ઓનલાઈન બુક કરી શકશે
પ્રતિકાત્મક તસવીર
1/6

ભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગ નીતિમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો 1 જૂલાઈથી અમલમાં આવશે. નવી માર્ગદર્શિકા અનુસાર, ફક્ત તે યુઝર્સ જેનું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક થયેલ છે તે જ તત્કાલ ટિકિટ ઓનલાઈન બુક કરી શકશે. રેલવેના આ નિર્ણયને તત્કાલ ટિકિટ બુકિંગમાં પારદર્શિતા વધારવા તરીકે જોવામાં આવી રહ્યું છે. આધાર સાથે જોડાયેલા IRCTC એકાઉન્ટની સાથે 15 જુલાઈથી તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર આધારિત OTP ઓન્થેટિકેશન પણ જરૂરી રહેશે.
2/6

જો તમે પણ ભારતીય રેલવે દ્વારા નિયમિત મુસાફરી કરો છો તો અમે તમને IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક કરવા વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપી રહ્યા છીએ. 1 જૂલાઈ, 2025થી ફક્ત તે યુઝર્સ IRCTC એકાઉન્ટથી તત્કાલ ટિકિટ બુક કરી શકશે, જેમનું એકાઉન્ટ આધાર સાથે લિંક થયેલ છે. અહીં અમે તમને IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક કરવા વિશે માહિતી આપી રહ્યા છીએ.
3/6

સૌ પ્રથમ તમારે સત્તાવાર IRCTC વેબસાઇટ પર લોગિન કરવું પડશે. અહીં તમારે My Account વિકલ્પ પર ક્લિક કરવું પડશે અને Authenticate User પસંદ કરવું પડશે. હવે આગામી પેજ પર તમારે આધાર નંબર અથવા Virtual ID દાખલ કરવો પડશે અને 'Verify Details' વિકલ્પ પર ક્લિક કરવું પડશે. રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત થયેલ OTP સબમિટ કરો. આ રીતે તમારું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક થઈ જશે.
4/6

તત્કાલ ટિકિટ બુકિંગ ઝડપી બનાવવા માટે IRCTC યુઝર્સને પ્રી-એડ પેસેન્જર લિસ્ટ તૈયાર કરવાની સુવિધા પણ આપે છે. યુઝર્સ તેમના આધારને વેરિફાઇ કરી શકે છે. અહીં અમે તેની પદ્ધતિ પણ શેર કરી રહ્યા છીએ.
5/6

સૌ પ્રથમ તમારે IRCTC એકાઉન્ટમાં લોગિન કરવું પડશે. હવે તમારે My Profileમાંથી Master List ઓપ્શન પર ક્લિક કરવું પડશે. હવે તમારે આધાર કાર્ડમાંથી મુસાફરનું નામ, જન્મ તારીખ અને જેન્ડર જેવી માહિતી ભરવાની રહેશે. આધાર કાર્ડને ID પ્રૂફ તરીકે પસંદ કરો અને આધાર નંબર દાખલ કરીને સબમિટ કરો. આ પછી તમારે આધાર વેરિફિકેશન ઓપ્શન પર ક્લિક કરવું પડશે.
6/6

એકવાર વેરિફાઇ થઈ ગયા પછી તમારે તત્કાલ ટિકિટમાં વારંવાર મુસાફરોની વિગતો ભરવાની જરૂર રહેશે નહીં. જો તમે ભારતીય રેલવે મારફતે મુસાફરી કરતા રહો છો તો અમે તમને સમયાંતરે માસ્ટર લિસ્ટ અપડેટ કરતા રહેવાની સલાહ આપીશું.
Published at : 20 Jun 2025 12:05 PM (IST)
View More
Advertisement





















