શોધખોળ કરો
મફતમાં અપગ્રેડ થઇ જશે તમારી ટ્રેનની ટિકિટ, ફક્ત કરવું પડશે આ કામ
દેશમાં દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. જેમના માટે હજારો ટ્રેનો પાટા પર દોડતી જોવા મળે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે ટ્રેનની મુસાફરી દરમિયાન આરામદાયક અને સારી સીટ મળે.
પ્રતિકાત્મક તસવીર
1/7

દેશમાં દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. જેમના માટે હજારો ટ્રેનો પાટા પર દોડતી જોવા મળે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે ટ્રેનની મુસાફરી દરમિયાન આરામદાયક અને સારી સીટ મળે.
2/7

બીજી બાજુ જો મુસાફરી ખૂબ લાંબી હોય તો સીટની ગુણવત્તા અને તમારી આસપાસનું વાતાવરણ પણ મહત્વનું છે. એટલા માટે ઘણા લોકો એસી કોચમાં ટિકિટ બુક કરીને મુસાફરી કરવાનું પસંદ કરે છે. જેથી મુસાફરી આરામથી પૂર્ણ કરી શકાય.
3/7

પરંતુ જો તમને વધારાના પૈસા ચૂકવ્યા વિના આ સુવિધા મળે તો શું? ભારતીય રેલવેમાં ટિકિટ બુક કરાવતી વખતે તમને એક સુવિધા મળે છે. જેમાં તમારી ટિકિટ મફતમાં અપગ્રેડ કરી શકાય છે. ઘણા લોકો આ વાતથી વાકેફ નથી.
4/7

વાસ્તવમાં રેલવેની એક યોજના છે જે તમારી નોર્મલ ટિકિટને ઉચ્ચ વર્ગમાં અપગ્રેડ કરી શકે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે ફક્ત ઓનલાઈન ટિકિટ બુક કરાવનારા મુસાફરો જ આ લાભ મેળવી શકે છે. ચાલો અમે તમને જણાવીએ કે તમે આ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકો છો.
5/7

જ્યારે તમે IRCTC ની વેબસાઇટ અથવા એપ દ્વારા ટિકિટ બુક કરો છો ત્યારે તેમાં એક વિકલ્પ દેખાય છે. જેમાં લખેલું હોય છે, શું તમે મફત અપગ્રેડેશનમાં કરવા માંગો છો? જો મુસાફર 'હા' પર ક્લિક કરે છે તો તેને તેની ટિકિટ અપગ્રેડ થવાની તક મળી શકે છે.
6/7

ધારો કે તમે સ્લીપરમાં ટિકિટ બુક કરાવી છે અને તે જ ટ્રેનના થર્ડ એસી કોચમાં ખાલી સીટ છે. તો તમારી ટિકિટ કોઈપણ વધારાના પૈસા વિના થર્ડ એસીમાં અપગ્રેડ થઈ જશે. જોકે, તમારી ટિકિટ અપગ્રેડ થશે કે નહીં તેની કોઈ ગેરન્ટી નથી.
7/7

આ પ્રક્રિયા ભારતીય રેલવે દ્વારા ઓટોમેટિક સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. ચાર્ટ તૈયાર થયા પછી રેલવે ટિકિટને અપગ્રેડ કરવાનો નિર્ણય લે છે. જ્યારે ટ્રેનનો ચાર્ટ તૈયાર થાય છે, ત્યારે અપગ્રેડ PRS એટલે કે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ દ્વારા આપમેળે થાય છે.
Published at : 20 Jun 2025 11:52 AM (IST)
View More
Advertisement





















