શોધખોળ કરો
Advertisement

(Source: ECI/ABP News/ABP Majha)
આગામી 24 કલાક માટે હવામાન વિભાગનું એલર્ટ! ભારે વરસાદ અને તોફાનથી હાલત કફોડી થશે
IMD Weather Forecast: ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ મુજબ, યુપી, દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હવામાન સૂકું રહેશે.

ચોમાસાની વિદાય થતાં જ ઉત્તર ભારતમાં ઠંડીએ દસ્તક દેવાનું શરૂ કરી દીધું છે, જ્યારે દેશના દક્ષિણી ભાગોમાં ભારે વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી છે.
1/6

હવામાન વિભાગે મુંબઈ, ઠાણે, પાલઘર અને દક્ષિણ કોંકણમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. IMDએ અહીં તેજ પવન ફૂંકાવાની પણ ચેતવણી આપી છે.
2/6

IMDએ 21થી 25 ઓક્ટોબર દરમિયાન કર્ણાટક, તમિલનાડુ, કેરળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ભારે વરસાદને કારણે આ વિસ્તારોમાં હળવી ઠંડી પડવાની આશા છે.
3/6

IMD મુજબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં આગામી 24 કલાક દરમિયાન હવામાન સૂકું રહેવાની સંભાવના છે. આ વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી છે.
4/6

IMD મુજબ આગામી 24 કલાકમાં કેરળ અને કર્ણાટકના અલગ અલગ સ્થળોએ ગડગડાટ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
5/6

તમિલનાડુ, પુડુચેરી અને કારૈકલ, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશમાં પણ વીજળી પડવાની અને ગડગડાટ સાથે વાદળ વરસવાનું પૂર્વાનુમાન છે.
6/6

IMD મુજબ તેલંગાણાના અલગ અલગ સ્થળોએ 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અહીં આકાશી વીજળી પડવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
Published at : 20 Oct 2024 05:21 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર


gujarati.abplive.com
Opinion