શોધખોળ કરો
Robot in Indian Army: ભારત બનાવી રહ્યું છે રોબોટ આર્મી, જાણો ક્યાં સુધી યુદ્ધ લડવા માટે થશે તૈયાર?
Robotic Indian Army: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી (DRDO) ના વૈજ્ઞાનિકો એક હ્યુમનોઇડ રોબોટ બનાવી રહ્યા છે જે લશ્કરી મિશનમાં ભાગ લઈ શકે છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

Robotic Indian Army: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી (DRDO) ના વૈજ્ઞાનિકો એક હ્યુમનોઇડ રોબોટ બનાવી રહ્યા છે જે લશ્કરી મિશનમાં ભાગ લઈ શકે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ રોબોટ બનાવવાનો હેતુ સૈનિકોના જીવને જોખમમાં મૂક્યા વિના હાઇ રિસ્ક ધરાવતા વિસ્તારોમાં મિશન હાથ ધરવાનો
2/5

ઇટીના અહેવાલ અનુસાર, DRDO હેઠળની એક પ્રમુખ પ્રયોગશાળામાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટેબ્લિશમેન્ટ (ઇજનેરો) આ મશીનને વિકસિત કરી રહ્યા છે. આ રોબોટ ખાસ કરીને એવા વાતાવરણમાં સૈનિકોનું રક્ષણ કરવા માટે બનાવવામાં આવી રહ્યો છે જ્યાં જોખમ વધારે હોય.
3/5

પુણેમાં સેન્ટર ફોર સિસ્ટમ્સ એન્ડ ટેકનોલોજી ફોર એડવાન્સ્ડ રોબોટિક્સના ગ્રુપ ડિરેક્ટર એસ.ઇ.તલોલે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ પર ચાર વર્ષથી કામ ચાલી રહ્યું છે અને તે 2027 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
4/5

એસ.ઇ. તલોલે જણાવ્યું હતું કે ઉપરના અને નીચેના ભાગો માટે અલગ અલગ પ્રોટોટાઇપ વિકસાવવામાં આવ્યા છે.
5/5

આ હ્યુમનોઇડ રોબોટ જંગલ જેવા મુશ્કેલ વિસ્તારોમાં પણ કામ કરી શકે છે. આ રોબોટ તાજેતરમાં પુણેમાં આયોજિત એડવાન્સ્ડ લેગ્ડ રોબોટિક્સ પરની રાષ્ટ્રીય વર્કશોપમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
Published at : 13 May 2025 02:19 PM (IST)
આગળ જુઓ
Advertisement





















