શોધખોળ કરો
આધાર કાર્ડ વિના બુક નહીં થાય તત્કાલ ટિકિટ, જાણી લો લોગ ઇનની સંપૂર્ણ પ્રક્રિયા
Aadhaar Mandatory For Tatkal Booking: રેલવે દ્વારા હવે તત્કાલ બુકિંગ માટે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. લોગ ઇન કરીને આધાર વેરિફિકેશનની પ્રક્રિયા કેવી રીતે કરી શકાય તે જાણો.
પ્રતિકાત્મક તસવીર
1/6

Aadhaar Mandatory For Tatkal Booking: રેલવે દ્વારા હવે તત્કાલ બુકિંગ માટે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. લોગ ઇન કરીને આધાર વેરિફિકેશનની પ્રક્રિયા કેવી રીતે કરી શકાય તે જાણો. ભારતમાં કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. રેલવે દ્વારા આ લોકો માટે હજારો ટ્રેનો ચલાવવામાં આવે છે. મોટાભાગના લોકો ટ્રેનમાં રિઝર્વેશન કરાવીને મુસાફરી કરવાનું પસંદ કરે છે. પરંતુ ઘણી વખત લોકોને કન્ફર્મ સીટ મળતી નથી.
2/6

તેથી જ ઘણા લોકો તત્કાલ ટિકિટ બુકિંગનો વિકલ્પ વાપરે છે. પરંતુ હવે આધાર વેરિફિકેશન વિના તમે તત્કાલ બુકિંગ સુવિધાનો લાભ મેળવી શકશો નહીં. રેલવેએ તત્કાલ બુકિંગ માટે નવા નિયમો લાગુ કરવાની જાહેરાત કરી છે.
3/6

રેલવે દ્વારા હવે તત્કાલ બુકિંગ માટે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલે કે હવે ફક્ત તે જ યુઝર્સ તત્કાલ બુકિંગ કરી શકશે જેમના આધાર કાર્ડ IRCTC એકાઉન્ટમાં વેરિફાઇડ છે. આધાર ઓથેન્ટિકેશન વિના યુઝર્સ બુકિંગ કરી શકશે નહીં.
4/6

જો તમે હજુ સુધી તમારા IRCTC એકાઉન્ટ સાથે આધાર લિંક કર્યો નથી. તો પછી લોગ ઇન કરીને તમે તે કેવી રીતે કરી શકો છો તે જાણો આધાર વેરિફિકેશનની સંપૂર્ણ પ્રક્રિયા.
5/6

તત્કાલ બુકિંગ કરવા માટે સૌ પ્રથમ તમારે IRCTC ની સત્તાવાર વેબસાઇટ www.irctc.co.in પર જવું પડશે અથવા IRCTC રેલ કનેક્ટ એપ ખોલવી પડશે. આ પછી તમારે તમારો યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરીને લોગિન કરવું પડશે.
6/6

પછી તમારે માય પ્રોફાઇલ વિભાગમાં જવું પડશે. જ્યાં તમારે આધાર KYC ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે. આ પછી તમારે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવો પડશે અને તેને OTP વડે વેરિફિકેશન કરવું પડશે.આ પછી તમારું આધાર તમારા IRCTC એકાઉન્ટ સાથે લિંક થઈ જશે અને તમે તત્કાલ બુકિંગની સુવિધા મેળવી શકશો. આ નિયમો 1 જુલાઈથી અમલમાં આવશે. આ પછી આધાર વેરિફાઇડ વિના IRCTC એકાઉન્ટમાંથી તત્કાલ બુકિંગ શક્ય બનશે નહીં.
Published at : 13 Jun 2025 02:26 PM (IST)
આગળ જુઓ





















