શોધખોળ કરો
નાની બાળકીઓ સાથે PM મોદીએ રક્ષાબંધન ઉજવી, સ્વર્ગસ્થ હીરાબાની તસવીરવાળી રાખડી બાંધી, જુઓ તસવીરો
નાની બાળકીઓ સાથે PM મોદીએ રક્ષાબંધન ઉજવી, સ્વર્ગસ્થ હીરાબાની તસવીરવાળી રાખડી બાંધી, જુઓ તસવીરો
નાની બાળકીઓ સાથે PM મોદીએ રક્ષાબંધન ઉજવી
1/8

નવી દિલ્હી: પ્રધાન નરેન્દ્ર મોદીએ શાળાના બાળકો સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી. બાળકોએ તેમની સાથે વાત કરી અને રાખડી પણ બાંધી. પ્રધાનમંત્રી મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તસવીરો શેર કરી છે.
2/8

આ દરમિયાન નાના બાળકો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. પીએ મોદીના કાંડા પર ઘણી બધી રાખડીઓ જોવા મળી હતી.
3/8

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતી વખતે, પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને રક્ષાબંધનની શુભકામનાઓ પણ પાઠવી છે.
4/8

એક નાની બાળકીએ પીએમ મોદીને ખૂબ જ ખાસ રાખડી બાંધી હતી.એક ખાસ સંદેશ સાથેની તસવીર પણ હતી. આ રાખડી પર પીએમ મોદીના સ્વર્ગસ્થ માતા હીરાબાની તસવીર હતી.
5/8

આ રાખડીમાં હીરાબાની તસવીર સાથે લખવામાં આવ્યું હતું કે એક 'માતાના નામે એક વૃક્ષ' એવો સંદેશ લખવામાં આવ્યો હતો.
6/8

તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ હાલમાં જ ‘એક પેડ મા કે નામ’ અભિયાન શરૂ કર્યું છે.
7/8

જેમાં તેમણે દરેક વ્યક્તિને એક વૃક્ષ વાવીને માતા અને પૃથ્વી માતાનું સન્માન કરવાની અપીલ કરી હતી.
8/8

સમગ્ર દેશમાં આજે ધામધૂમથી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
Published at : 19 Aug 2024 03:17 PM (IST)
આગળ જુઓ
Advertisement





















