શોધખોળ કરો
Archana Makwana: ગોલ્ડન ટેમ્પલમાં યોગ કરનારી અર્ચના મકવાણાની વધી મુશ્કેલીઓ, શું થશે ધરપકડ?
Archana Makwana News: ગોલ્ડન ટેમ્પલમાં યોગ કર્યા બાદ વિવાદમાં આવેલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અર્ચના મકવાણાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે.
![Archana Makwana News: ગોલ્ડન ટેમ્પલમાં યોગ કર્યા બાદ વિવાદમાં આવેલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અર્ચના મકવાણાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/4f8cd8077443223b5a2af7f15322be6a171947947609774_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ abp live
1/8
![Archana Makwana News: ગોલ્ડન ટેમ્પલમાં યોગ કર્યા બાદ વિવાદમાં આવેલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અર્ચના મકવાણાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. પંજાબ પોલીસે તેને 30 જૂન સુધીમાં તપાસમાં સામેલ થવા માટે કહ્યું છે. ગોલ્ડન ટેમ્પલમાં યોગ કરવા બદલ અર્ચના મકવાણા સામે શીખ સમુદાયમાં ગુસ્સો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/4efdd2f969559e8b1c92e99f32ded48e1e97d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Archana Makwana News: ગોલ્ડન ટેમ્પલમાં યોગ કર્યા બાદ વિવાદમાં આવેલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અર્ચના મકવાણાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. પંજાબ પોલીસે તેને 30 જૂન સુધીમાં તપાસમાં સામેલ થવા માટે કહ્યું છે. ગોલ્ડન ટેમ્પલમાં યોગ કરવા બદલ અર્ચના મકવાણા સામે શીખ સમુદાયમાં ગુસ્સો છે.
2/8
![એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, અમૃતસર પોલીસે અર્ચના મકવાણાને નોટિસ મોકલી છે. જો તે 30 જૂન સુધીમાં હાજર નહીં થાય તો તેને વધુ બે નોટિસ મોકલવામાં આવશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/3fb5ed13afe8714a7e5d13ee506003dd2dc66.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, અમૃતસર પોલીસે અર્ચના મકવાણાને નોટિસ મોકલી છે. જો તે 30 જૂન સુધીમાં હાજર નહીં થાય તો તેને વધુ બે નોટિસ મોકલવામાં આવશે.
3/8
![પંજાબ પોલીસના અધિકારીનું કહેવું છે કે જો નોટિસ મોકલ્યા બાદ અર્ચના મકવાણા પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો તેની ધરપકડ કરવા માટે એક ટીમ મોકલવામાં આવશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/f99687dd719c4e8bc6a39e946c3d9ef77ea80.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પંજાબ પોલીસના અધિકારીનું કહેવું છે કે જો નોટિસ મોકલ્યા બાદ અર્ચના મકવાણા પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો તેની ધરપકડ કરવા માટે એક ટીમ મોકલવામાં આવશે.
4/8
![અમૃતસરના એડિશનલ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ADCP) દર્પણ અહલુવાલિયાએ કહ્યું કે પહેલા અર્ચના મકવાણાનું નિવેદન નોંધવામાં આવશે. ત્યાર બાદ જ તેની ધરપકડ કરવામાં આવશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/2de40e0d504f583cda7465979f958a9818c6d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમૃતસરના એડિશનલ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ADCP) દર્પણ અહલુવાલિયાએ કહ્યું કે પહેલા અર્ચના મકવાણાનું નિવેદન નોંધવામાં આવશે. ત્યાર બાદ જ તેની ધરપકડ કરવામાં આવશે.
5/8
![અર્ચનાને પોલીસ સમક્ષ હાજર થવા અને તેનું નિવેદન નોંધવા માટે નોટિસ મોકલવામાં આવી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં અર્ચના મકવાણાએ કહ્યું કે તે હવે કોઈ ગુરુદ્વારામાં નહીં જાય.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/135007e7085979a7d5b41ce54c0e54d70b49b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અર્ચનાને પોલીસ સમક્ષ હાજર થવા અને તેનું નિવેદન નોંધવા માટે નોટિસ મોકલવામાં આવી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં અર્ચના મકવાણાએ કહ્યું કે તે હવે કોઈ ગુરુદ્વારામાં નહીં જાય.
6/8
![ગયા અઠવાડિયે પંજાબ પોલીસે અર્ચના મકવાણા વિરુદ્ધ ગોલ્ડન ટેમ્પલમાં યોગ કરીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ કેસ નોંધ્યો હતો. અનેક ધમકીભર્યા કોલ મળ્યા બાદ ગુજરાત પોલીસે પણ તેને સુરક્ષા પુરી પાડી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/fac4ef5554f69012fe38d2f1d4e245a6d9cdc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગયા અઠવાડિયે પંજાબ પોલીસે અર્ચના મકવાણા વિરુદ્ધ ગોલ્ડન ટેમ્પલમાં યોગ કરીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ કેસ નોંધ્યો હતો. અનેક ધમકીભર્યા કોલ મળ્યા બાદ ગુજરાત પોલીસે પણ તેને સુરક્ષા પુરી પાડી હતી.
7/8
![શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) એ ફેશન ડિઝાઇનર વિરુદ્ધ અમૃતસર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી તેમની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 295-A હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/e4bde0eb46b8f32ef4b4207f5344b4d40c6fc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) એ ફેશન ડિઝાઇનર વિરુદ્ધ અમૃતસર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી તેમની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 295-A હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
8/8
![SGPCના મહાસચિવ ગુરચરણ સિંહ ગ્રેવાલે સોમવારે અર્ચના મકવાણાને પોલીસ તપાસમાં સામેલ થવા કહ્યું હતું. આ ઘટના બાદ અર્ચના મકવાણાએ તેમના જીવને જોખમ હોવાનો આરોપ લગાવ્યો છે તેવા મીડિયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ગ્રેવાલે કહ્યું કે શીખ ધર્મ હંમેશા મહિલાઓનું સન્માન કરે છે.ધર્મની 'મિની સંસદ' ગણાતી એસજીપીસીએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અર્ચના મકવાણા વિરુદ્ધ યોગ કરતી તસવીરો વાયરલ થયા બાદ 22 જૂનના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હંગામા વચ્ચે અર્ચનાએ દિલગીરી વ્યક્ત કરી અને જાહેરમાં માફી માંગી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/86c3cbc8cde622a8c725d89a88bdcb96c7999.jpg?impolicy=abp_cdn&imwidth=720)
SGPCના મહાસચિવ ગુરચરણ સિંહ ગ્રેવાલે સોમવારે અર્ચના મકવાણાને પોલીસ તપાસમાં સામેલ થવા કહ્યું હતું. આ ઘટના બાદ અર્ચના મકવાણાએ તેમના જીવને જોખમ હોવાનો આરોપ લગાવ્યો છે તેવા મીડિયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ગ્રેવાલે કહ્યું કે શીખ ધર્મ હંમેશા મહિલાઓનું સન્માન કરે છે.ધર્મની 'મિની સંસદ' ગણાતી એસજીપીસીએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અર્ચના મકવાણા વિરુદ્ધ યોગ કરતી તસવીરો વાયરલ થયા બાદ 22 જૂનના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હંગામા વચ્ચે અર્ચનાએ દિલગીરી વ્યક્ત કરી અને જાહેરમાં માફી માંગી હતી.
Published at : 27 Jun 2024 02:51 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)