ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે ગોરખપુરના પાંડે હટા ખાતે આયોજિત હોલિકા દહન શોભાયાત્રામાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે, રાજ્યના લોકો 10 માર્ચથી હોળીની ઉજવણી કરી રહ્યા છે અને વિધાનસભા ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે સત્યની હંમેશા જીત થાય છે.
2/6
મુખ્યમંત્રીએ યોગી આદિત્યનાથે ભક્ત પ્રહલાદની આરતી કરી અને હોલિકા દહન બાદ ત્યાં હાજર લોકો સાથે ફૂલોની હોળી રમી. આ દરમિયાન લોકોએ ગોરખનાથ મંદિરે જતા મુખ્યમંત્રીના કાફલા પર ફૂલોની વર્ષા કરી હતી.
3/6
તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બદલ લોકોનો આભાર માનતા યોગીએ કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઠ વર્ષ પહેલા વિકાસ સુરક્ષા અને સુશાસનનો પાયો નાખ્યો હતો અને આજે સબકા સાથ, સબકા વિકાસનો મંત્ર લોકોના ભરોસાનું પ્રતીક બની ગયો છે.
4/6
મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે, ચૂંટણીના પરિણામો ભાજપની તરફેણમાં આવ્યા છે કારણ કે, સમાવેશી વિકાસ ઉત્તર પ્રદેશની ઓળખ બની ગયો છે અને મહિલાઓની સુરક્ષા, યુવાનોને રોજગાર, ઉદ્યોગપતિઓને સુરક્ષા, ખેડૂતોનું કલ્યાણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. સરકારની તમામ યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગ સુધી કોઈપણ જાતના ભેદભાવ વિના પહોંચ્યો છે.
5/6
યોગી આદિત્યનાથે આરોપ લગાવ્યો કે, વિપક્ષે અફવાઓ ફેલાવી અને અંગત ટિપ્પણીઓ પણ કરી પરંતુ લોકોને વડાપ્રધાન મોદી પર પૂરો વિશ્વાસ છે.
6/6
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થાને દેશમાં ટોપ બનાવવા માટે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ અને કોઈએ સારું કામ કરવાની તક ગુમાવવી જોઈએ નહીં.