શોધખોળ કરો
સુરતમાં વધુ એક મોડેલની આત્મહત્યા: અંજલી વરમોરાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું! આત્મહત્યાનું કારણ અકબંધ
બોયફ્રેન્ડ સાથે મનદુઃખ થયાની ચર્ચા, અંજલીની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ: "આજે તે અહેસાસ કરાવી દીધો કે હું કંઈ જ નથી તારા માટે"; પોલીસ તપાસ શરૂ.
Anjali Varmora suicide news: સુરત શહેરમાંથી મોડેલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલી વધુ એક યુવતીના આત્મહત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અઠવા વિસ્તારમાં રહેતી અને રેવેન્યુએબ્યાલક્યુઝાઇર (Revenue Byallcuzier) એજન્સીમાં કામ કરતી ૨૩ વર્ષીય મોડેલ અંજલી વરમોરાએ ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો છે. પ્રાથમિક તપાસમાં બોયફ્રેન્ડ સાથે મનદુઃખ થવાના કારણે તેણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
1/6

પ્રાથમિક માહિતી અનુસાર, અંજલી વરમોરાએ શનિવારે રાત્રે (૭ જૂન, ૨૦૨૫) પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેના આપઘાતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રેમ પ્રકરણમાં મનદુઃખ થયું હોવાની વ્યાપક ચર્ચા છે.
2/6

અંજલીની એક સોશિયલ મીડિયા પોસ્ટ પણ વાયરલ થઈ છે, જેમાં તેણે લખ્યું છે કે, "આજે તે અહેસાસ કરાવી દીધો કે હું કંઈ જ નથી તારા માટે." આ પોસ્ટ તેના માનસિક તણાવ અને સંબંધોમાં આવેલા ભંગાણ તરફ ઈશારો કરે છે.
Published at : 08 Jun 2025 06:59 PM (IST)
આગળ જુઓ





















