શોધખોળ કરો
ભારતનું એટેક હેલિકોપ્ટર ઉડાડીને દુનિયાને પોતાની તાકાત બતાવી રહ્યું છે તાલિબાન, પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ?
ભારતે અફઘાનિસ્તાન સાથે સંબંધો મજબૂત કરવા માટે 6 એટેક હેલિકોપ્ટર ભેટમાં આપ્યા હતા. 3 વર્ષ પહેલાં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો જેની ઉજવણી કરતા તેણે આ જ હેલિકોપ્ટરોની તાકાત દુનિયાને બતાવી.
તાલિબાને ઉડાડ્યું ભારતનું એટેક હેલિકોપ્ટર
1/6

તાલિબાને બુધવારે (14 ઓગસ્ટ) પોતાની આર્મી પરેડમાં ભારતનું એમઆઈ 24 એટેક હેલિકોપ્ટર ઉડાડીને પાકિસ્તાનની ચિંતા વધારી દીધી છે. ભારતનું હેલિકોપ્ટર આકાશમાં ઉડાડીને તાલિબાને દુનિયા સામે પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું.
2/6

ભારતે આવા છ હેલિકોપ્ટર અફઘાનિસ્તાન સરકારને ભેટમાં આપ્યા હતા. પહેલા ચાર હેલિકોપ્ટર 2016માં આપવામાં આવ્યા હતા અને બાકીના બે એમઆઈ 24 એટેક હેલિકોપ્ટર 2019માં આપવામાં આવ્યા હતા. જ્યારે આ હેલિકોપ્ટર આપવામાં આવ્યા હતા ત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન નહોતું.
3/6

આ સાથે ભારતે અફઘાનિસ્તાનને હેલિકોપ્ટરની જાળવણી અને ઉડાન ભરવાની તાલીમની પણ વ્યવસ્થા કરી આપી હતી. હવે પોતાની પરેડમાં આ એટેક હેલિકોપ્ટરોનું પ્રદર્શન કરીને તાલિબાન પોતાની તાકાતનું પ્રદર્શન કરી રહ્યું છે.
4/6

આ સમયે અફઘાનિસ્તાનની સત્તામાં તાલિબાન છે એટલે આ હથિયારો પર પણ તેનો જ કબજો છે.
5/6

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાને ત્રણ વર્ષ પૂરા થયા છે અને તે બુધવારે આ જ વાતની ઉજવણી કરી રહ્યું હતું.
6/6

14 ઓગસ્ટે તાલિબાને આર્મી પરેડ કાઢી જેમાં તે દુનિયાને પોતાની સૈન્ય તાકાત અને હથિયારોનું પ્રદર્શન કરી રહ્યું હતું.
Published at : 16 Aug 2024 06:05 PM (IST)
આગળ જુઓ
Advertisement





















