અમેરિકાના ન્યૂયોર્કમાં સબવે સ્ટેશન પર અચાનક ગોળીબાર થયો હતો. અહીં એક વ્યક્તિ ગેસ માસ્ક સાથે આવી અને ફાયરિંગ કર્યો છે અને સ્મોક બોમ્બ પણ ફેંક્યા.
2/9
યુએસ પ્રમુખ જો બિડેનને ન્યૂયોર્કમાં મેટ્રો રેલ સબવે પર ગોળીબારની ભયાનક ઘટના વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 16 લોકો ઘાયલ થયા છે.
3/9
આ ઘટના અંગે વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, "વ્હાઈટ હાઉસના વરિષ્ઠ કર્મચારીઓ મેયર એડમ્સ અને પોલીસ કમિશનર સેવેલના સંપર્કમાં છે અને તેઓને જોઈતી કોઈપણ મદદ આપી રહ્યાં છે."
4/9
પોલીસ પ્રત્યક્ષદર્શીઓને ઘટનાની જાણકાવી આપવા માટે અનુરોધ કરી રહ્યાં છે અને લોકોને આ વિસ્તારથી અંતર રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.
5/9
ઘટના અંગે, ન્યૂયોર્ક પોલીસ વિભાગે ટ્વીટ કર્યું અને કહ્યું - બ્રુકલિનના 36મી સ્ટ્રીટ સબવે સ્ટેશન પર ગોળીબાર કર્યા પછી કોઈ સક્રિય વિસ્ફોટકો મળ્યા નથી.
6/9
અધિકારીઓએ જણાવ્યું હતું કે 36મી સ્ટ્રીટ મેટ્રો સ્ટેશન પર થયેલા હુમલામાં આઠ લોકોને ગોળી વાગી હતી અને ઓછામાં ઓછા 16 લોકો ઘાયલ થયા હતા, જેમાં બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
7/9
ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે પોલીસ ગેસ માસ્ક અને નારંગી વેસ્ટ પહેરેલા શંકાસ્પદને શોધી રહી છે. તેમને સ્ટેશનની અંદર ધુમાડાની પણ સૂચના મળી હતી.
8/9
સુરક્ષા અધિકારીઓનું માનવું છે કે બંદૂકધારીએ ફાયરિંગ કરતા પહેલા ધુમાડો ફેલાવતા બોમ્બનો ઉપયોગ કર્યો હતો. અધિકારીએ કહ્યું કે તપાસકર્તાઓ તપાસ કરી રહ્યા છે કે શું તેણે ગોળીબાર પહેલા લોકોનું ધ્યાન ભટકાવવા માટે સ્મોક બોમ્બનો ઉપયોગ કર્યો હતો.
9/9
સોશિયલ મીડિયા પર અપલોડ કરાયેલી ઘટનાના વીડિયો ફૂટેજમાં જોવા મળ્યું કે ટ્રેનમાંથી ઉતરી રહેલા મુસાફરો ગભરાઈ ગયા હતા અને આખું સ્ટેશન ધુમાડામાં લપેટાઈ ગયું હતું.