શોધખોળ કરો
800 Trailer: સચિન તેંડુલકરે શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરનની બાયોપિક ફિલ્મનું ટ્રેલર કર્યું લોન્ચ
800 Trailer: મુંબઇઃ ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે ફિલ્મ ‘800’નું ટ્રેલર લોન્ચ કર્યું હતું.

મુરલીધરનની બાયોપિકનું ટ્રેલર લોન્ચ કરાયું
1/9

મુંબઇઃ ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે ફિલ્મ ‘800’નું ટ્રેલર લોન્ચ કર્યું હતું. આ ફિલ્મ શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરનની બાયોપિક છે. ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટ લેવાનો રેકોર્ડ મુથૈયા મુરલીધરનના નામે છે. તેના રેકોર્ડથી પ્રભાવિત થઈને ફિલ્મના નિર્દેશક એમએસ શ્રીપતીએ તેની બાયોપિક ફિલ્મનું નામ '800' રાખ્યું છે.
2/9

ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે મંગળવારે આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કર્યું હતું. આ અવસર પર સચિન તેંડુલકર અને શ્રીલંકન ક્રિકેટર મુથૈયા મુરલીધરન એકબીજાના ખૂબ વખાણ કરતા જોવા મળ્યા હતા.
3/9

ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન કહ્યું, 'હું અને મુથૈયા મુરલીધરન પહેલીવાર વર્ષ 1993માં મળ્યા હતા. ત્યારથી આજ સુધી અમે બંને એકબીજાના સંપર્કમાં છીએ. અને આજે પણ અમે બંને ઘણા સારા મિત્રો છીએ. ગયા મહિને જ હું કોઈ કામ માટે શ્રીલંકા ગયો હતો અને મેં મુથૈયા મુરલીધરનને મેસેજ કર્યો કે હું તમારા શહેરમાં છું. તેણે કહ્યું કે તે ભારતમાં છે.
4/9

પહેલીવાર તેણે મને તેની બાયોપિક ફિલ્મ વિશે જણાવ્યું અને પૂછ્યું, શું તમે મારી ફિલ્મના ટ્રેલર લોંચમાં આવશો? મેં કહ્યું, તમારા માટે ગમે ત્યારે આવીશ. આજે હું અહીં આવીને ખૂબ જ ખુશ છું. મને આશા છે કે દરેકને આ ફિલ્મ ખૂબ જ ગમશે, હું મુથૈયા મુરલીધરન અને ફિલ્મની સમગ્ર ટીમને આ ફિલ્મ માટે અભિનંદન આપું છું.
5/9

શ્રીલંકાના ક્રિકેટર મુથૈયા મુરલીધરને સચિન તેંડુલકરનો આભાર વ્યક્ત કરતાં કહ્યું, 'હું સચિન તેંડુલકરનો ખૂબ આભારી છું કે તેણે મારી વિનંતી સ્વીકારી અને તેમના આશીર્વાદ આપવા માટે આજે ફિલ્મના ટ્રેલર લૉન્ચમાં આવ્યા છે. તેણે ત્રણ દાયકા સુધી ક્રિકેટની દુનિયા પર રાજ કર્યું છે. તે ખૂબ જ નમ્ર છે. મારી બાયોપિક બનાવવા માટે હું ફિલ્મના નિર્દેશક એમએસ શ્રીપતિનો પણ આભાર માનું છું.
6/9

મુરલીધરને કહ્યું કે અગાઉ હું મારી બાયોપિકની તરફેણમાં ન હતો, પરંતુ તે મારી પત્ની મધિમલાર રામામૂર્તિનો બાળપણનો મિત્ર છે. એક દિવસ તે અમારા ઘરે જમવા આવ્યો. અને તેણે મારી બાયોપિક પર ફિલ્મ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. મને તેનો વિચાર ગમ્યો અને હું મારી બાયોપિક બનાવવા માટે સહમત થયો હતો.
7/9

ફિલ્મના દિગ્દર્શક એમએસ શ્રીપતીએ કહ્યું હતું કે 'જ્યારે મને મુથૈયા મુરલીધરનને નજીકથી જાણવાનો મોકો મળ્યો ત્યારે મને તેની વાર્તા ખૂબ જ રસપ્રદ અને પ્રેરણાદાયી લાગી. કેવી રીતે છ વર્ષની ઉંમરે તે ક્રિકેટ તરફ આકર્ષાયો અને ચૌદ વર્ષની ઉંમરે તેણે ઓફ-સ્પિન કરવાનું શરૂ કર્યું. તેમના જીવનના ઘણા ભાવનાત્મક પાસાઓ આ ફિલ્મમાં જોવા મળશે જે હું અત્યારે કહી શકતો નથી. પરંતુ તે દર્શકો માટે પ્રેરણાદાયી રહેશે.
8/9

વર્ષ 1992માં મુથૈયા મુરલીધરને પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. આ પછી મુરલીએ 133 ટેસ્ટ મેચમાં 22.73ની એવરેજથી 800 વિકેટ લીધી હતી. આ સમયગાળા દરમિયાન મુરલીએ 67 વખત એક ઇનિંગમાં 5 વિકેટ અને 22 વખત ઇનિંગમાં 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. આ સિવાય મુરલીધરને 350 ODI મેચ રમીને 534 વિકેટ પોતાના નામે કરી હતી
9/9

આ ફિલ્મમાં મુરલીધરનનું પાત્ર અભિનેતા મધુર મિત્તલ ભજવી રહ્યો છે, જેણે ઓસ્કાર વિજેતા ફિલ્મ સ્લમડોગ મિલિયોનેરમાં અભિનય કર્યો હતો.મુથૈયા મુરલીધરનની ફિલ્મ 800નું લેખન અને નિર્દેશન એમએસ શ્રીપતિ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 3 ભારતીય ભાષાઓમાં રિલીઝ થશે, જેમાં હિન્દી સિવાય તમિલ અને તેલુગુનો પણ સમાવેશ થાય છે
Published at : 06 Sep 2023 12:31 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
