મુંબઇઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલને આઇપીએલમાં આરસીબીએ રિટેન કર્યો છે. મેક્સવેલે ભારતીય મૂળની વિની રમન સાથે સગાઇ કરી છે અને તેઓ ટૂંક સમયમાં લગ્ન કરશે. બંન્નેએ સગાઇની તસવીરો પણ શેર કરી હતી.
2/4
મેક્સવેલ અને વિનીની લવ સ્ટોરી ખૂબ રસપ્રદ છે. તેઓ જલદી લગ્ન કરશે. બંન્ને અનેકવાર એક સાથે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા રહે છે. વિની સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. વિની અને મેક્સવેલે 2017થી રિલેશનશીપમાં છે. બંન્નેએ 26 ફેબ્રુઆરી 2020ના રોજ સગાઇ કરી હતી. બંન્નેએ કહ્યું હતું કે તે જલદી લગ્ન કરશે.
3/4
વિની ઓસ્ટ્રેલિયા સ્થિત એક તમિલ પરિવારથી સંબંધ ધરાવે છે. તેણે વિક્ટોરિયાના મેનટોન ગર્લ્સ સેકન્ડરી કોલેજમાંથી મેડિકલ સાયન્સનો અભ્યાસ કર્યો છે. તે આ ક્ષેત્રમાં પ્રેક્ટિસ કરી રહી છે. વિની રમન મેલબોર્નમાં સ્થિત એક ભારતીય ફાર્માસિસ્ટ છે.
4/4
14 માર્ચ 2020ના રોજ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં વિનીએ પોતાની ભારતીય શૈલીમાં સગાઇની એક તસવીર શેર કરી હતી.