શોધખોળ કરો
Asia Cup 2021: કઇ મોટી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન-શ્રીલંકા સામે ભારત કોહલી, રોહિત, બુમરાહ વિનાની ટીમને રમાડશે, જાણો શું છે કારણ

(ફાઇલ તસવીર)
1/8

નવી દિલ્હીઃ આગામી મહિનાઓમાં આઇસીસીની મોટી ટૂર્નામેન્ટ એશિયા કપ 2021 શરૂ થવાની છે. જોકે હજુ સુધી આનુ કોઇ શિડ્યૂલ જાહેર નથી કરવામાં આવ્યુ. રિપોર્ટ છે કે બીસીસીઆઇ એશિયા કપ માટે ભારતીય ટીમની બી ટીમ ઉતારવામાં આવી શકે છે, આ ટૂર્નામેન્ટ જૂનના અંતમાં શ્રીલંકામાં આયોજિત કરવામાં આવી શકે છે.
2/8

ભારતીય ક્રિકેટ ટીમના આ ટૂર્નામેન્ટમાં ભાગીદારીને લઇને સ્થિતિ સ્પષ્ટ નથી. ભારતીય ટીમે ઇંગ્લેન્ડને 4 ટેસ્ટ મેચોની સીરીઝમાં 3-1થી હરાવી દીધુ છે, આ સાથે ભારતીય ટીમ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચી ગઇ છે.
3/8

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ 18 થી 23 જૂનની વચ્ચે રમાશે. જો એશિયા કપ આ વર્ષે આયોજિત થશે તો તેમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ -બીસીસીઆઇ વ્યસ્ત શિડ્યૂલના કારણે પોતાની બીજી ટીમ મોકલી શકે છે.
4/8

મીડિયા રિપોર્ટ પ્રમાણે જો એશિયા કપ રમાય છે, તો ભારત પાસે કોઇ ઓપ્શન નહીં રહે, ઇંગ્લેન્ડ વિરુદ્ધ સીરીઝ માટે કોઇ જોખમ નહીં લે. ખેલાડીને બે વાર ક્વૉરન્ટાઇનમાંથી પસાર થવુ હાર્ડ વર્ક સાબિત થઇ શકે છે. આ કારણે એશિયા કપમાં બીજી ટીમ મોકલવામાં આવી શકે છે.
5/8

રિપોર્ટ છે કે વિરાટ કોહલી, ઋષભ પંત, રોહિત શર્મા, બુમરાહ અને મોહમ્મદ શમી જેવા સ્ટાર ખેલાડીઓનુ શિડ્યૂલ ખુબ વ્યસ્ત છે.
6/8

ભારતે ઇંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચોની સીરીઝ રમવાની છે. આવામાં ભારતની પાસે એશિયા કપ 2021માં બીજી ટીમ મોકલવા સિવાય કોઇ ઓપ્શન નથી. બીજા દરજ્જાની ટીમ મતલબ ટીમ ઇન્ડિયા એશિયા કપમાં વિરાટ કોહલી, પંત, રોહિત, બુમરાહ અને શમી વિના ઉતરશે.
7/8

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 18 જૂનથી શરૂ થનારી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ માટે જૂનના પહેલા સપ્તાહમાં ઇંગ્લેન્ડ માટે રવાના થશે. આવામાં ઇંગ્લેન્ડમાં ભારતીય ખેલાડીઓને 14 દિવસના સખત ક્વૉરન્ટાઇન પ્રક્રિયામાંથી પસાર થવુ પડશે.
8/8

image 8
Published at : 09 Mar 2021 11:28 AM (IST)
Tags :
Asia Cup 2021આગળ જુઓ
Advertisement