શોધખોળ કરો
'નરેન્દ્ર મોદીના નામના સ્ટેડિયમમાં રાહુલ નામનો ખેલાડી કઈ રીતે ચાલી શકે ?', લોકેશ ઝીરોમાં ઉડતાં બન્યાં ફની મીમ્સ
ફાઈલ તસવીર
1/8

image 1ત્રીજી ટી20માં સતત બીજી પર કેએલ રાહુલ શૂન્ય પર આઉટ થયો હતો. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર તેના અનેક ફની મીમ્સ ફરતા થયા છે. ટી20 સીરીઝની ત્રીજી મેચમાં રાહુલને ઇંગ્લેન્ડના બોલર માર્ક વુડે શૂન્ય પર બોલ્ડ કરતાં પેવેલિયન પરત ફર્યો હતો. આ સમગ્ર સીરીઝમાં કેએલ રાહુલનો સ્કોર 1, 0, 0 હ્યો છે. સતત ફ્લોપ થયા બાદ રાહુલને ટ્રોલ કરતાં અનેક ફની મીમ્સ લોકો શેર કરી રહ્યા છે.
2/8

નોંધનીય છે કે, ક્રિકેટના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણી પૈકીની ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતે મેચ જીતવા આપેલ 157 રનના ટાર્ગેટને ઈંગ્લેન્ડે 18.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. જીત સાથે ઈંગ્લેન્ડ 5 મેચની સીરિઝમાં 2-1થી આગળ થઈ ગયું છે. ભારતે સીરિઝ જીવંત રાખવા ચોથી ટી-20 કોઇપણ સંજોગોમાં જીતવી પડશે.
Published at : 17 Mar 2021 12:05 PM (IST)
આગળ જુઓ



















