ભારતીય ક્રિકેટ ટીમ તરફથી 200થી વધુ વિકેટ લેનારા બોલર્સમાં શમીનો સમાવેશ થયો છે. સાઉથ આફ્રિકાના રબાડાને પંતના હાથે કેચ આઉટ કરાવવાની સાથે જ તેણે આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. તે ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ લેનારો ભારતનો 11મો અને પાંચમો ફાસ્ટ બોલર્સ છે. શમીએ 55મી ટેસ્ટમાં આ સિદ્ધી હાંસલ કરી છે.
2/5
કપિલ દેવે 50મી ટેસ્ટમાં 200 વિકેટ ઝડપી હતી. કરિયરમાં તેમણે કુલ 434 વિકેટ લીધી છે.
3/5
હાલ મેચ રેફરી તરીકે ફરજ બજાવતાં જવાગલ શ્રીનાથે 54મી ટેસ્ટમાં 200મી વિકેટ લીધી હતી. તેણે કુલ 236 વિકેટ ઝડપી છે.
4/5
ગુજરાતી બોલર ઝહીર ખાને 63મી ટેસ્ટમાં 200 વિકેટ લીધી હતી. તેણે કરિયરમાં 311 વિકેટ ઝડપી છે.
5/5
હાલ ટીમ ઈન્ડિયાના સૌથી વરિષ્ઠ બોલર ઈશાંત શર્માએ પણ 63મી ટેસ્ટમાં 200મી વિકેટ ઝડપી હતી. તે અત્યાર સુધીમાં 311 વિકેટ લઈ ચુક્યો છે.