શોધખોળ કરો
ભારતના પાંચ ક્રિકેટરો જે Indian Army માં કરે છે નોકરી, કોઇ ગૃપ કેપ્ટન તો કોઇ લેફ્ટિનેન્ટ કર્નલ છે, જુઓ
ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકરને ભારતીય વાયુસેનામાં ગ્રુપ કેપ્ટનના પદથી સન્માનિત કરવામાં આવ્યા હતા
(તસવીર- એબીપી લાઇવ)
1/7

Cricketers Who Served In Indian Army: એમએસ ધોની, સચિન તેંડુલકર સહિત ઘણા ભારતીય ક્રિકેટરોને ભારતીય સેના અને પોલીસમાં માનદ પદવીઓથી નવાજવામાં આવ્યા છે.
2/7

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની ભારતીય પ્રાદેશિક સેનામાં લેફ્ટનન્ટ કર્નલ છે. ધોની, જે હાલમાં CSK માટે રમે છે, તેને 2015 માં પેરાશૂટ રેજિમેન્ટમાં તાલીમ આપવામાં આવી હતી.
3/7

ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકરને ભારતીય વાયુસેનામાં ગ્રુપ કેપ્ટનના પદથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતમાં ક્રિકેટમાં તેમના યોગદાન બદલ તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું.
4/7

ભારત માટે પહેલો વર્લ્ડ કપ જીતનાર કેપ્ટન કપિલ દેવ પાસે પણ લશ્કરી રેન્ક છે. તેમને 2008 માં ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો મળ્યો હતો.
5/7

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને તાજેતરમાં તેલંગાણા સરકારે ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP)નું પદ સોંપ્યું હતું.
6/7

2007ના T20 વર્લ્ડ કપ ફાઇનલની છેલ્લી ઓવર ફેંકનાર જોગીન્દર શર્મા આજે પણ દેશની સેવા કરે છે. તેઓ હરિયાણા પોલીસમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP) છે. વર્લ્ડ કપ પછી તેમની ક્રિકેટ કારકિર્દી બહુ લાંબો સમય ટકી ન હતી. તે અત્યારે ફરજ પર છે.
7/7

ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર પંજાબમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP) છે.
Published at : 07 May 2025 03:16 PM (IST)
આગળ જુઓ
Advertisement





















