આ વીડિયોમાં સચિન તેંડુલકરે જેમાં તેણે સાન ફ્રાન્સિસ્કોથી બેંગ્લોર જઈ રહેલા વિમાનની ચારેય મહિલા પાઇલટો, કેપ્ટન ઝોયા અગ્રવાલ, કેપ્ટન પાપાગરી થાનમઈ, કેપ્ટન આકાંક્ષા સોનાવરે અને શિવાની મન્હાસનો ઉલ્લેખ કર્યો છે. (તસવીર ઈન્સ્ટાગ્રામ)
2/8
આ સાથે જ કલા અને વિજ્ઞાન અમેરિકન એકેડમીમાં આંતરરાષ્ટ્રીય માનદ સભ્ય તરીકે પસંદગી પામેલી શોભના નરસિમ્હનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
3/8
નવી દિલ્હી : ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર નવ મહિલાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. મહિલા દિવસ નિમિત્તે સચિને ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો.
4/8
સચિને વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, "ચાલો, આપણે આ દિવસની ઉજવણી આપણા જીવનનો ભાગ બની રહેલી તમામ મહિલાઓ સાથે કરીએ. પરંતુ આજે જ નહીં પરંતુ દરરોજ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર વિશ્વની તમામ મહિલાઓને અભિનંદન." સચિન હાલમાં રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ માટે રાયપુરમાં છે. તે ઈન્ડિયા લિજેન્ડ્સ ટીમની કમાન સંભાળી રહ્યો છે.
5/8
સચિન તેંડુલકરે કોરોના વોરિયર રેલુ વસાવેનો પણ ઉલ્લેખ કર્યો છે, જે કોરોના વિશે જાગૃતિ ફેલાવવા માટે દરરોજ 18 કિલોમીટરની મુસાફરી કરતી હતી.
6/8
સચિને ઇવાઇ વિશ્વ ઇન્ટરપ્રેનર ઓફ ધ ઈયર 2020 તરીકે પસંદગી પામેલી બાયોકોનની કાર્યકારી ચેરપર્સન કિરણ મઝુમદાર શોને પણ આ વીડિયોમાં યાદ કર્યા છે.
7/8
સચિને ટ્વિટ કરેલા વીડિયોમાં રિસાઇકલર એપ માટે ડિયાના એવોર્ડથી સન્માનિત થયેલી નવી દિલ્હીની 13 વર્ષીય વિદ્યાર્થીની ફ્રેયા ઠકરાલના નામનો પણ ઉલ્લેખ કર્યો છે.
8/8
સચિને શેર કરેલા વીડિયોમાં 2020 નો વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર એવોર્ડ મેળવનારી પહેલી ભારતીય મહિલા ઐશ્વર્યા શ્રીધરનો ઉલ્લેખ કર્યો છે. (તસવીર ઈન્સ્ટાગ્રામ)