Navsari Kaveri River Flood : નવસારીની કાવેરી નદીના પૂરમાં તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
Navsari Kaveri River Flood : નવસારીની કાવેરી નદીના પૂરમાં તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
નવસારીના ઉપરવાસમાં વરસાદથી કાવેરી નદી બે કાંઠે. ચીખલીથી પસાર થતી કાવેરી નદીની જળસપાટી 17 ફૂટ પર પહોંચી. કાવેરી નદી હવે ભયજનક સપાટીથી માત્ર બે ફૂટ દૂર. પ્રાચીન તડકેશ્વર મહાદેવ મંદિર ત્રીજી વખત પાણીમાં ગરકાવ. કાવેરી નદી પર બનાવવામાં આવેલો લો લાઈ બ્રિજ પાણીમાં. કોઝ-વે પર પાણી ફરી વળતા લોકોને દૂર રહેવા પ્રશાસનની અપીલ.
ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીની સપાટી 17 ફૂટ સુધી પહોંચી ગઈ છે. જે ભયજનક સપાટીથી માત્ર 2 ફૂટ દૂર છે. નદી બે કાંઠે વહેવા લાગતા તડકેશ્વર મહાદેવ મંદિર સિઝનમાં ત્રીજી વખત પાણીમાં ગરકાવ થયું. કાવેરી નદી પર બનાવવામાં આવેલ લો લાઈન બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કોઝવે ઉપરથી પાણી ફરી વળતા લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી છે.





















