શોધખોળ કરો
Most Runs in International Cricket: ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવામાં સચિન છે મોખરે, જાણો ટોપ-10 લિસ્ટમાં કોણ કોણ છે
Cricket News: માસ્ટર બ્લાસ્ટર તરીકે ઓળખાતાં સચિન તેંડુલકરના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનેક રેકોર્ડ બોલે છે. જેમાંથી એક સૌથી વધુ રન બનાવવાનો છે. આ રેકોર્ડની આસપાસ હાલનો કોઈ ક્રિકેટર પણ નથી.

ફાઈલ તસવીર
1/10

ક્રિકેટના ભગવાન ગણાતા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર 664 આંતરરાષ્ટ્રીય મેચમાં 74 વખત નોટ આઉટ રહીને 34357 રન બનાવ્યા છે.
2/10

બીજા નંબરે રહેલા શ્રીલંકાના કુમાર સંગાકારાએ 594 આંતરરાષ્ટ્રીય મેચમાં 67 વખત અણનમ રહીને 28016 રન બનાવ્યા છે.
3/10

ત્રીજા ક્રમે રહેલા ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે 668 આંતરરાષ્ટ્રીય મેચમાં 70 વખત અણનમ રહીને 27483 રન નોંધાવ્યા છે.
4/10

ચોથા ક્રમે રહેતા શ્રીલંકાના જયવર્ધનેએ 725 આંતરરાષ્ટ્રીય મેચમાં 62 વખત નોટઆઉટ રહીને 25957 રન બનાવ્યા છે.
5/10

પાંચમા ક્રમે રહેલા સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર જેક કાલીસે 519 આંતરરાષ્ટ્રીય મેચમાં 97 વખત અણનમ રહીને 25534 રન બનાવ્યા છે.
6/10

છઠ્ઠા ક્રમે રહેલા ભારતના વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 479 મેચમાં 80 વખત નોટ આઉટ પહીને 24426 રન બનાવ્યા છે.
7/10

image સાતમાં ક્રમે રહેલા ટીમ ઈન્ડિયાના વર્તમાન કોચ રાહુલ દ્રવિડે 509 આંતરરાષ્ટ્રીય મેચમાં 72 વખત અણનમ રહીને 24208 રન બનાવ્યા છે.
8/10

આઠમા ક્રમે રહેલા વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાએ 430 આંતરરાષ્ટ્રીય મેચમાં 38 વખત અણનમ રહીને 22358 રન નોંધાવ્યા છે.
9/10

imaનવમા ક્રમે રહેલા શ્રીલંકાના સનથ જયસૂર્યાએ 586 આંતરરાષ્ટ્રીય મેચમાં 35 વખત અણનમ રહીને 21032 રન બનાવ્યા છે.
10/10

10માં ક્રમે રહેલા વેસ્ટ ઈન્ડિઝના શિવનારાયણ ચંદ્રપોલે 454 આંતરરાષ્ટ્રીય મેચમાં 94 વખત નોટ આઉટ રહીને 20988 રન બનાવ્યા છે.
Published at : 21 Nov 2022 10:29 AM (IST)
આગળ જુઓ
Advertisement